આવી વસ્તુ જેનાથી તમારી ઉંમર ઘટે છે

Astrology

મિત્રો દરેક માણસ લાંબુ જીવન જીવવાની ઇચ્છા રાખે છે અને તે માટે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. પરંતુ તમે જાણો છો તમારી થોડીવાર તો તમારા કરેલા પર પાણી ફેરવી દે છેઅને તમારી ઉંમર વધવાની જગ્યા ઓછી થાય છે. એવી કઈ વસ્તુ છે જે કરવાથી તમારું આયુષ્ય ઘટે છે આજે અમે તમને જણાવીશું.

મિત્રો વાસ્તુશાસ્ત્ર એ એક વૈદિક જ્ઞાન છે ધનુ પાયો વિશ્વકર્મા એ રાખ્યો હતો. તેનાથી આપણું જીવન સુગમ બને છે અને તેની મદદથી અનિષ્ટકારી શક્તિઓને પણ દૂર રાખી શકાય છે. તેની મદદથી મનુષ્યનું આયુષ્ય પણ વધી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કોઈ દિવસ દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને ભોજન કરવું જોઇએ નહીં અને જો તમે આવું કરતા હોય તો તરત આદતને બદલી દો કારણ કે હિન્દુ ધર્મમાં દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે અને જેમ કે તમે જાણો છો કે યમરાજ એ મૃત્યુના દેવતા છે. જો તમે દક્ષિણ દિશા બાજુ મુખ કરીને ભોજન કરો તો તમે પોતાની જાતે જ તમારા આયુષ્યની ઓછું કરી રહ્યા છો. વાસ્તુશાસ્ત્ર ભોજનને લઈને એક નિયમ એવો પણ છે કે કોઈ દિવસ ભોજનની થાળીમાં અધૂરું છોડવું જોઈએ નહીં.

આવું કરવાથી દેવી અન્નપૂર્ણા નું અપમાન તો થાય જ છે સાથે જ તમારી ઉંમર પણ ઓછી થાય છે અને જો તમે ભોજન અધુરૂ છોડી ને ઉઠી જાઓ છો તો એઠા હાથે ફરી ભોજન કરવું જોઇએ નહીં તેનાથી પણ તમારી ઉંમર ઘટે છે. વાસ્તુશાસ્ત્રનું એ પણ જણાવવામાં આવે છે કે કોઈ દિવસ મુખ્ય દરવાજા સામે બેસીને અને મંદિર વાળા રૂમ માં ભોજન કરવું જોઇએ નહીં આવું કરવાથી આપણા ઇષ્ટદેવ નારાજ થઈ જાય છે. જેનાથી આપણું આયુષ્ય ઘટી શકે છે.

મહાભારતના મહાપર્વ અનુસાર ભણતા સમયે ભોજન કરવું જોઇએ નહીં. આવું કરવાથી યમરાજ તમારાથી નારાજ થઈ જાય છે. તેથી તમે લાંબુ આયુષ્ય ઈચ્છા હોય તો ભણતા સમયે ભોજન કરવું જોઇએ નહીં. આપણા શાસ્ત્રોમાં મંગળવાર અને શનિવાર સાથે જોડાયેલા ઘણા નિયમો નો ઉલ્લેખ મળે છે. જેનો સંબંધ ઓછી આયુષ્ય સાથે છે. એવું માનવામાં આવે છે મંગળવાર અને શનિવાર ના દિવસે નખ અને વાળ કાપવા જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી આપણું આયુષ્ય ઘટે છે.

ગુરુવારના દિવસે પણ નખ અને વાળ કાપવા જોઈએ નહીં. અને પુરુષોએ પણ સેવિંગ કરવી જોઈએ નહીં. ગુરુ ગ્રહની જીવ પણ કહેવામાં આવે છે જેનો અર્થ જીવન સાથે છે. એની માન્યતા છે કે ગુરુવારે નખ કાપવા થી અથવા તો શેવિંગ કરવાથી ગુરુ ગ્રહ કમજોર થઈ જાય છે. જેનાથી આપણું આયુષ્ય ઘટે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં એ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ભૂલથી પણ ઊંઘવું જોઈએ નહીં. આવું કરવાથી આપણું શરીર બીમારીઓનું ઘર બની શકે છે. જેનાથી આપણું આયુષ્ય ઘટી જાય છે.

આચાર્ય ચાણક્ય પણ જણાવ્યું છે કે વ્યક્તિ આખા શરીરે તેલ લગાવે છે તેના પછી માણસે અવશ્ય સ્નાન કરવું જોઈએ. કારણકે તેલથી માલિશ કર્યા પછી શરીર માંથી ઘણી ગંદકી નીકળે છે. એવામાં વ્યક્તિ સ્નાન કર્યા વગર જ કપડાં પહેરી લે તો તેના કપડા તો ગંદા થશે જ સાથે તે ગંદકી ફરીથી તેના શરીરની અંદર જતી રહેશે. જેનાથી વ્યક્તિ બીમાર થઈ શકે છે. સાથે જ કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારમાંજઈને આવી હોય તો તેને સ્નાન કરવું જરૂરી છે. કારણ કે સ્મશાન ઘાટમાં દરેક પ્રકારના લોકો નો અગ્નિસંસ્કાર કરવામાં આવી છે. એવામાં ત્યાં રહેલા વિભિન્ન પ્રકારના જીવાણુ શરીરમાં જાય છે અને માણસને બીમાર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *