આ ધનતેરસ પર ખરીદો ત્રણ વસ્તુઓ, મા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે

Astrology

મિત્રો દિવાળી સનાતન ધર્મનું પ્રમુખ તહેવાર છે. જેની શરૂઆત ધનતેરસથી થઈ જાય છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ધન્વંતરિ દેવતા સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતા. જેના પરિણામ સ્વરૂપે માતા લક્ષ્મી, કુબેર દેવ, ધન્વંતરિ મૃત્યુના દેવતા યમરાજ નું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે બજારમાંથી કઈ નવી વસ્તુ ઘરમાં લાવવાનું ચલણ છે. લોકો આ દિવસે સોનું-ચાંદી, નવા વાસણો વગેરે ઘરમાં લાવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે કોઈ નવી વસ્તુ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં વાસ કરે છે. પરંતુ ઘણી વખત ધનતેરસના દિવસે આપણે એવી પાંચ વસ્તુ ઘરમાં લાવી દઈએ છીએ જે આપણે લાવી જોઈએ નહીં. આ 5 વસ્તુ ને ઘરમાં લાવી વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે.

આ 5 વસ્તુ ની લાવવાથી માતા લક્ષ્મી અને કુબેરની દેવતા નારાજ થઈ જાય છે. જેના પરિણામ સ્વરૂપે આપણા ધર્મ નકારાત્મકતા ફેલાઈ જાય છે અને ગરીબી અને દુઃખનો વાસ થવા લાગે છે. શાસ્ત્રોમાં એવી વસ્તુઓ વિશે પણ જણાવવામાં આવી છે કે જે વસ્તુને ધનતેરસના દિવસે તમે ખરીદીને લાવો છો તો તમારી ગરીબી પૂરી રીતે નષ્ટ થઈ જાય છે અને તમને અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે. અર્થાત જીવનભર તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડશે નહીં. આજે અમે તમને ત્રણ વસ્તુઓ વિશે જણાવીશું.

ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં.
એલ્યુમિનિયમ ના બનેલા વાસણો
મિત્રો એલ્યુમિનિયમ અને સ્ટીલ થી બનેલા વાસણો ધનતેરસના દિવસે ઘરમાં લાવવા જોઈએ નહીં. કારણ કે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર રાહુનો પ્રભાવ હોય છે જેના કારણે તમે પણ રાહુ ના પ્રભાવથી પ્રભાવિત થઇ શકો છો.
કાચની બનેલી વસ્તુઓ પણ ધનતેરસના દિવસે લાગવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે કાચ પર રાહુ અને કેતુનો પ્રભાવ હોય છે જે કારણે આ દિવસે બનેલી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ નહીં એટલુંજ કાચ નકારાત્મક શક્તિઓ આકર્ષિત કરે છે જેના કારણે કાચની વસ્તુઓ ધનતેરસના દિવસે લાવવી જોઈએ નહીં.
કાળા રંગની વસ્તુઓ
કાળા રંગની વસ્તુ ધનતેરસ ના શુભ દિવસે લાવવી જોઈએ નહીં કારણ કે કાળો રંગ અશુભ અને દુર્ભાગ્યનો પ્રતીક છે. કાળો રંગ શનિનું કારક પણ માનવામાં આવી છે. તેથી કાળા રંગની વસ્તુઓ ની ખરીદી ધનતેરસના દિવસે કરવી જોઈએ નહીંઅને ધનતેરસના દિવસે કાળા વસ્ત્રો પહેરવા જોઇએ નહીં.
ધારવાડી વસ્તુઓ
ધનતેરસના દિવસે ધાર વાળી વસ્તુઓ જેવી કે સોય, ચાકુ, કાતર વગેરે વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આ વસ્તુ પર રાહુ અને કેતુનું પ્રભાવ હોય છે. રાહુ અને કેતુ ગરીબીના કારક હોય છે. જો આપણી ધનતેરસના દિવસે આવી વસ્તુ ખરીદીએ તો આપણા ઘરમાં તેમની સાથે રાહુ અને કેતુ પ્રવેશ કરી દે છે. જેનાથી ઘરમાં ગરીબી અને દુઃખ આવી જાય છે.
લોખંડની અને પ્લાસ્ટિકની વસ્તુઓ
ધનતેરસના દિવસે લોખંડ અને પ્લાસ્ટિકની વસ્તુઓની ખરીદી કરવી જોઈએ નહીં કારણકે લોખંડે શનિ અને રાહુનો કારક માનવામાં આવે છે. પ્લાસ્ટિક એ દુર્ભાગ્ય નું પ્રતિક છે. ધનતેરસના દિવસે પ્લાસ્ટિક ખરીદવાથી કુબેર દેવની કૃપા થતી નથી.
ધનતેરસના દિવસે કઈ વસ્તુઓ ખરીદી ખૂબ જ શુભ હોય છે.
સાવરણી
મિત્રો સાવરણી એક સાધારણ વસ્તુ નથી. તે માતા લક્ષ્મીનું પ્રતિક છે. કહેવામાં આવે છે કે સાવરણી માં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ધનતેરસના દિવસે જો તમે સાવરણી ખરીદો છોતુ સાવરણીની સાથે માતા લક્ષ્મીનું પણ આગમન તમારા ઘરમાં થાય છે અને જો આ સાવરણીથી તમે તમારા ઘરની સાફ-સફાઈ કરું છું તો તે તમારા ઘરમાંથી દુઃખ દરિદ્રતા અને અન્ય નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે.
ધનતેરસના દિવસે તમે સોનુ ચાંદી ના ઘરેણા ખરીદો છો. તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. સોના ચાંદીના ઘરેણાની શાસ્ત્રોમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ વસ્તુ વૈભવ અને સુખ સમૃદ્ધિનું પ્રતીક છે.
ધનતેરસના દિવસે માટીના વાસણો ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે માટીના વાસણો ખરીદીને તેને ભોજન બનાવીને ખાવાથી નીરોગી બનો છો. ધનતેરસના દિવસે માટીના વાસણો ખરીદવાથી ધન વૃદ્ધિ થાય છે અને ઘરમાં કોઈ દિવસ ધન ધાન્યની કોઈ કમી થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *