શું તમે પણ કેનેડા જવા માગો છો? જાણી લો કેનેડાના વિદ્યાર્થી જીવનમાં INCOME અને EXPENSES વિશે ખૂબ ઉપયોગી માહિતી

Uncategorized

 

મિત્રો આજ ના સમય માં કેનેડા જવાની માગ માં ખુબ વધારો થયો છે અને ખાસ તો વિદ્યાર્થીઓ કેનેડા જવા માટે બહુ આતુર હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારીને કેનેડા આવતા હોય છે કે તેઓ કેનેડા પહોંચ્યા પછી બીજા જ દિવસ થી કમાવાની શરૂઆત કરી દેશે.
ઘણા એવું વિચારીને પણ આવતા હોય છે કે મને અઠવાડિયા પંદર દિવસ માં નોકરી મળી જશે અને પૈસા કમાવાની શરૂઆત કરી દેશે પણ ખરેખર માં એવું નથી.
કેનેડા માં જોબ મળવી બહુ અઘરી છે.તમે જે ફિલ્ડ માં છો એની જોબ શરૂઆત માં મળતી નથી.તમે કયા શહેર માં જાઓ છો એના પર પણ આધારિત છે. અમુક કોલેજ અને અમુક યુનિવર્સિટીઓ એવા શહેર માં હોય છે કે જ્યાં જોબ ના મળે અને ત્યાં બહુ કંપનીઓ પણ નથી હોતી.
એટલે તમને જોબ કેટલી જલ્દી મળવી એ ખાસ તો તમારી યુનિવર્સિટી, કોલેજ કયા શહેર માં છે અને ત્યાં કેટલી વસ્તી છે અને ત્યાં કેટલી કંપનીઓ છે તેના પર પણ આધારિત છે.

તો ચલો જાણીયે કેનેડા માં થતા માસિક ખર્ચ વિશે

દર મહિને લગભગ ૬૬૦ ડોલર જેવો ખર્ચો થાય છે. આ જે ખર્ચો છે એમાં મુખ્ય ૫ વસ્તુઓ નો સમાવેશ થાય છે. જો તમે ૪ થી ૮ વિદ્યાર્થીઓ શેરિંગ માં રહો છો તો મકાન ભાડા નો લગભગ ૨૦૦ થી ૩૦૦ ડોલર જેવો ખર્ચ થાય છે.
યુટિલીટીસ જેવી કે ઇલેક્ટ્રિસિટી, પાણી, ગેસ,વાઇ ફાઈ નો લગભગ ૫૦ થી ૬૦ ડોલર જેવો ખર્ચ થાય છે. પ્રિપેઇડ સેલફોન કનેક્શન નો લગભગ ૪૫ થી ૫૦ ડોલર જેવો ખર્ચ થાય છે. ગ્રોસરી નો લગભગ ૧૧૦ થી ૧૩૦ ડોલર જેવો ખર્ચ થાય છે.
કોમ્યુટ જેવા કે બસ પાસ, સબવે નો લગભગ ૧૦૦ થી ૧૨૦ ડોલર જેવો ખર્ચ થાય છે.

એક વખત થતા ખર્ચાઓ

મેટ્રેસ એટલે કે ગાદલા નો લગભગ ૧૫૦ થી ૨૫૦ ડોલર નો ખર્ચ થાય છે.કેનેડા નું નામ પડે એટલે ઠંડી અને ઠંડી નું નામ પડે એટલે વિન્ટર જેકેટ. વિન્ટર જેકેટ નો લગભગ ૧૦૦ થી ૧૫૦ ડોલર નો ખર્ચ થાય છે.
જયારે ભાડા પર મકાન લઈએ ત્યારે ૨ ભાડા ડિપોઝિટ ના આપવા પડે છે. આ ભાડાની ડિપોઝિટ નો ૩૦૦ x ૨ એટલે કે ૬૦૦ ડોલર જેવો ખર્ચ થાય છે. આમ લગભગ ૧૦૦૦ ડોલર નો વન ટાઈમ એક્સપેન્સ થતો હોય છે.

GIC કેવી રીતે મળે?

GIC નો અર્થ છે Guranteed Investment Certificate.તમને સ્ટુડન્ટ વિઝા મળે એની પહેલા જ તમારે ૧૦,૦૦૦ ડોલર ની GIC ભારત થી કઢાવવી પડે છે.એટલે તમે કેનેડા પહોંચો એના પહેલા તમારા પૈસા ત્યાં બેંક માં જમા થઇ ગયા હોય છે અને તમારું એકાઉન્ટ પણ ખુલી ગયું હોય છે ખાલી એકટીવેશન બાકી હોય છે.
જયારે તમે બેંક માં જઈને એકાઉન્ટ એકટીવેટ કરો ત્યારે ૨૦૦૦ ડોલર ચેકીંગ માં ટ્રાન્સફર થાય છે અને બાકીના ૮૦૦૦ ડોલર GIC માં રહે છે. આ ૨૦૦૦ ડોલર તમે ઘર ખર્ચ કે પરચુરણ ખર્ચ માટે વાપરી શકો છો પણ જે ૮૦૦૦ ડોલર છે તે તમે વાપરી શકતા નથી.
આ ૮૦૦૦ ડોલર એક સરખા ૧૨ ભાગ માં એટલે કે ૬૭૦ ડોલર લેખે તમારા એકાઉન્ટ માં બેંક દર મહિને જમા કરે છે જેથી કરીને ૧૨ મહિના સુધીની બધી જરૂરિયાત એમાં થી પુરી થઇ જાય અને તમારા પૈસા એક સાથે ક્યાંય વપરાઈ ના જાય.

માસિક આવક

કેનેડા સરકાર ના નિયમ પ્રમાણે સ્ટડી પરમિટ વિદ્યાર્થીઓ અઠવાડિયા ના ૨૦ કલાક કામ કરી શકે છે. હાલ માં જે ન્યુનતમ સેલરી છે એ ૧૪ ડોલર પ્રતિ કલાક છે એટલે કે તમે ૨૮૦ ડોલર અઠવાડિયા માં કમાઈ શકો છો અને મહિનાના લગભગ ૧૨૦૦ ડોલર કમાઈ શકો છો.

આ રીતે કેનેડા માં માસિક ખર્ચ ૬૬૦ ડોલર અને આવક ૧૨૦૦ ડોલર હોવાથી તમે લગભગ દર મહિને ૫૦૦ ડોલર જેવી બચત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *