જો તમારી ઊંઘ ત્રણ થી પાંચ વચ્ચે ખુલી જતી હોય તો ભગવાન આપે છે આ સંકેત

Astrology

મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્યની ઊંઘ બ્રહ્મમુહૂર્ત પર ખૂલી જાય છે તેના જીવનમાં અદભૂત અને ચમત્કારિક બદલાવ થાય છે. આવું શા માટે થાય છે મનુષ્યનું કેમ બ્રહ્મમુહૂર્તમાં ખુલી જાય છે તેના પાછળ ઘણાં રહસ્યો છુપાયેલા છે. આપણા શાસ્ત્રોમાં બ્રહ્મમુહૂર્ત નો સમય અત્યંત શુભ માનવામાં આવે છે. અને આ મુહૂર્ત માં મનુષ્યની ઊંઘ ભૂલી જવી એ કોઈ સાધારણ સંકેત નથી. તેનાથી મનુષ્ય ને ઈશ્વર વડે ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળે છે. આજે અમે તમને જણાવીશું કે વ્યક્તિની ઊંઘ બ્રહ્મમુહૂર્તમાં જ કેમ ખુલે છે. તેના પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણો છે જે આજે અમે તમને જણાવીશું.

પ્રાચીનકાળથી ઋષિમુનિએ ધ્યાન અને પૂજા માટે બ્રહ્મમુહૂર્ત પર જાગતા હતા. પ્રાચીન ગ્રંથો અનુસાર બ્રહ્મમુહૂર્ત સૂર્યોદય થતાં પહેલાંનો સમય હોય છે. એટલે કે ચારથી સાડા પાંચ વાગ્યે વચ્ચેનો સમય હોય છે અને તેને ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. આ સમયે જાગવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્મમૂહુર્તમાં પર પૃથ્વી પર અલૌકિક શક્તિઓ વિચરણ કરે છે. જો તમે પણ બ્રહ્મમુહૂર્તમાં જાગો છો અથવા તો દરરોજ બ્રહ્મમુહૂર્તમાં તમારી ઊંઘ અચાનક ખુલી જાય છે તો તેને એક અલૌકિક સંકેત સમજવો જોઈએ. ઋષિઓ, દેવતાઓને વૈજ્ઞાનિકો પણ બ્રહ્મમુહૂર્તમાં જાગવાની સલાહ આપે છે.

આપણા શાસ્ત્રોમાં સૂર્યોદય પહેલા જાગવા વાળા વ્યક્તિની થોડા લક્ષણો વિશે જણાવવામાં આવ્યા છે. જો તમે પણ સૂર્યોદય પહેલાં જાગો છો તમે એક અનુશાસન પ્રિય વ્યક્તિ છો. તમે હંમેશા નીરોગી રહેશો. તમારો સ્વભાવ શાંત અને ઈમાનદાર માણસ છો અને દરેક કાર્યને પૂરી લગન અને ધ્યાનથી કરવા વાળા વ્યક્તિ છો. તમે ખૂબ જ બુદ્ધિમાન અને સકારાત્મક માણસ છો આજ કારણથી લોકો તમારું ખૂબ જ સન્માન કરે છે. તમે જાણી જોઈને કોઈ દિવસ કોઈનું મન દુખાવતા નથી. બીજાની કડવી ભાષામાં વાત કરતા નથી. અને કમજોર માણસથી ધૃણા કરતા નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં તમે તમારા પોતાના લોકોનો સાથ છોડતા નથી. તમે મોટાઓને સન્માન કરવા વાળા છો. જો તમારામાં પણ આવા ગુણ હોય તો તેનું કારણ છે તમારી બ્રહ્મમુહૂર્તમાં ઊંઘ ખુલી જાય. તમારા સ્વભાવનું કારણ છે તમારા પર તે અલોકિક શક્તિઓનો પ્રભાવ.

માનવામાં આવે છે કે સૂર્યદેવ પહેલા જાગીને પોતાના કાર્યની શરૂઆત કરે છે તે કામો સફળતા મળવાની સંભાવનાઓ વધી જાય છે. જે મહિલાઓ સૂર્યદેવ પહેલા જાગે છે અને ઘરનું આંગણું સાફ કરે છે તેવા ઘર મા માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. તેવા ઘરમાં કોઈ દિવસ દુઃખ આવતું નથી અને સુખ-સમૃદ્ધિ આવે છે. બ્રહ્મમુહૂર્તમાં જાગવા વાળા માણસ સૂર્યદેવની વિશેષ કૃપા ના અધિકારી બની જાય છે કારણ કે સૂર્ય દેવ ની પહેલી કિરણ જે મનુષ્ય પર પડે છે તેનો ભાગ્યોદય થાય છે. રોજ સૂર્યોદય થતો જોવાથી મનુષ્યના જીવનમાં નકારાત્મકતાનો નાશ થાય છે. વેદોમાં સૂર્યદેવની કિરણને કામધેનુ માતાના સમાન માનવામાં આવે છે. જે રીતે કામધેનુ માતા ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે તેવી જ રીતે સૂર્યની પ્રાતઃકાલ ની કિરણો મનુષ્યની સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. તેવા લોકો પર શનિદેવની પણ કૃપા હોય છે. જો તમારી ઊંઘ સવારે જલ્દી ખૂલી જાય છે તેનો અર્થ એ પણ છે કે તમારા જીવનમાં મોટો બદલાવ થવાનું છે.

આ અલૌકિક શક્તિઓ એ પણ સંકેત આપે છે કે તમારા ખરાબ દિવસો હવે સમાપ્ત થઈ જવાના છે અને તમારા સારા દિવસો શરુ થઈ જવાના છે. તમારી આર્થિક સ્થિતિ હવે સુધરવાની છે. તમારા જીવનની દરેક મુશ્કેલીઓનો અંત થવાનું છે.
જો તમે ઈચ્છીને પણ સવારે ઉઠી શકતા નથી તો તેને સારો સંકેત માનવામાં આવતું નથી. જે ઘરની મહિલાઓ સવારે જલ્દી ઉઠતી નથી તેવા ઘરમાં હંમેશા ગરીબી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *