કરોડપતિ બનવું હોય તો બેશરમ થઈને લઈ લેજો આ 1 વસ્તુ

Astrology

મિત્રો, જૂની માન્યતાઓ આધારે જે વ્યક્તિ આ ચીજ વસ્તુઓ માગવામાં શરમ રાખે છે તે વ્યક્તિ કદી સફળ થતો નથી. એમાં સૌથી પહેલો છે પતિ પત્નીનો પ્રેમ. પ્રેમ સંબંધોને મજબૂત બનાવવા માટે પતિ પત્ની વચ્ચે હંમેશા વિચાર વિમર્શ થવો જોઈએ. જે પતિ-પત્ની એકબીજાની શરમ રાખીને શારીરિક સંબંધ બનાવવામાં પણ ગભરાય છે તો તેમના વચ્ચે કોઈ પારકી સ્ત્રી અથવા તો પરપુરુષ આવી શકે છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે એટલે શારીરિક સંબંધની બાબતમાં પણ શરમ એક બાજુમાં મૂકી દેવી જોઈએ.

ભોજન કરતી વખતે પણ કદી શરમ રાખવી જોઈએ નહીં. ચાણક્ય અનુસાર ભોજન કરતી વખતે કદી પણ કોઈ પણ વ્યક્તિએ શરમ રાખવી જોઈએ નહીં. જે લોકોને ખાવામાં શરમ આવે છે તે લોકોને હંમેશા ભૂખ્યા સૂવું પડે છે. ભૂખ્યો વ્યક્તિ ક્રોધનો શિકાર પણ બની જાય છે એટલે હંમેશા પેટ ભરીને ખાવાનું ખાવું જોઈએ અને ભોજન કરતી વખતે કદી પણ શરમ ન રાખવી જોઈએ. ભોજન કરવામાં શરમ રાખવી એ ભોજનનું અપમાન માનવામાં આવે છે.

ગુરુ પાસેથી જ્ઞાન મેળવતી વખતે પણ શરમ રાખવી જોઈએ નહીં. આચાર્ય ચાણક્ય અનુસાર પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવતી વખતે કદી પણ શરમાવવું જોઈએ નહીં. કારણ કે જે વ્યક્તિ જ્ઞાન મેળવવામાં શરમ રાખે છે તેમનું જ્ઞાન હંમેશા અધૂરું રહી જાય છે અને આવો વ્યક્તિ તેના જીવનમાં કંઈ જ મેળવી શકતો નથી એટલા માટે કહેવામાં આવે છે કે અધૂરું જ્ઞાન તમારી સૌથી મોટી નિષ્ફળતા હોય છે.

ચોથી વસ્તુ છે ઉધાર આપેલા પૈસા. આચાર્ય ચાણક્ય અનુસાર કોઈપણ વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિને આપેલું ધન પાછું માગવામાં શરમ ન રાખવી જોઈએ. જે વ્યક્તિ પોતાના જ પૈસા પાછા માગવામાં શરમ રાખે છે તે વ્યક્તિ કદી પણ ધનિક થઈ શકતો નથી. આવું કરવાથી તમે બરબાદ થઈ શકો છો. એટલા માટે ઉધાર આપેલા પૈસા પાછા માગવામાં કદી પણ શરમ ન રાખતા કારણ કે તે તમારા પૈસા છે. જો તમારે જીવનમાં આગળ વધવું હોય અને એક સુખી અને સમૃદ્ધ જીવન જીવવું હોય તો આ ચાર વસ્તુ માગવામાં કદી પણ શરમ રાખતા નહીં. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *