જાણો કેટલી હશે તમારી ઉંમર અને ક્યારે થશે તમારું મૃત્યુ

Astrology

મિત્રો, સામુદ્રિક શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ પોતે કેટલું જીવશે તે ચોક્કસપણે જાણી શકે છે. તમારા હાથમાં ઘણી બધી રેખાઓ હોય છે. તેમાંથી એક જીવન રેખા હોય છે. ફોટામાં બતાવેલી રેખા જીવન રેખા કહેવાય છે. તે રેખા આપણા જીવન સાથે સંબંધિત હોય છે. જીવનરેખા જો અંગૂઠાથી લઈ સહેજ પણ તૂટ્યા વગર હથેળીના છેડા સુધી આવે તો જાતક ખૂબ જ લાંબુ જીવશે. એટલે કે તે વ્યક્તિની ઉંમર 75 થી 80 વર્ષ સુધીનું લાંબુ આયુષ્ય જીવશે.

જીવન રેખા આખી હોય અને તેની નીચે ફોટામાં બતાવ્યા મુજબ જો કાંડા ઉપર એક જ રેખા હોય તો વ્યક્તિ 60 થી 62 વર્ષ જીવે છે. અને જો કાંડા પર બે રેખા હોય તો વ્યક્તિ 65 થી 70 વર્ષ જેટલું જીવે છે અને જો ત્રણ રેખા હોય તો વ્યક્તિ 80 વર્ષથી ઉપર જીવે છે અને જો જીવનરેખા ની નીચે કાંડા પર ચાર આડી રેખાઓ હોય તો વ્યક્તિ સો વર્ષથી પણ વધુ જીવે છે. જો વ્યક્તિની જીવનરેખા આખી હોય પરંતુ વચ્ચે સામાન્ય નાનો કટ લાગેલો હોય એટલે કે વચ્ચેથી થોડી કપાયેલી હોય તો જાતકના જીવનમાં કોઈ મોટી ઘાત લખાયેલી હોય છે પરંતુ તેમાંથી તે બચીને પોતાનું આગળનું જીવન પૂરું કરે છે.

જીવનરેખા ની સૌથી ઉપર હૃદય રેખા આવેલી હોય છે જો આ રેખા ટચલી આંગળીથી શરૂ કરીને તર્જની આંગળી એટલે કે અંગૂઠા ની બાજુ વાળી આંગળી સુધી સંપૂર્ણ તૂટ્યા વગરની આખી હોય તો તે વ્યક્તિ 70 થી 80 વર્ષ જેટલું લાંબુ જીવન જીવે છે. તમારી આંગળીઓ પણ વાળ હોય છે. ઘણા વ્યક્તિઓની હાથની આંગળીઓ પર વાળ હોતા નથી તેવા વ્યક્તિઓ ખૂબ જ લાંબુ જીવન જીવે છે તેઓ 70 થી 75 વર્ષ જેટલું આયુષ્ય ભોગવે છે. જો અંગૂઠાની બાજુ વાળી આંગળી પર વાળ હોય તો વ્યક્તિ 65 થી 70 વર્ષ જેટલું જીવન જીવે છે. જો દરેક છિદ્રમાંથી એક જ વાળ નીકળતો હોય તો વ્યક્તિ 70 થી 80 વર્ષ જીવે છે. જો એક જ છિદ્ર માંથી બે વાળ નીકળેલા હોય તો વ્યક્તિ 50થી 52 વર્ષ જીવે છે અને એક જ છીદ્ર માંથી ત્રણથી વધારે વાળ નીકળેલા હોય તો વ્યક્તિ 50 વર્ષ કરતાં ઓછું જીવન જીવે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *