શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રીઓ આ પાંચ વ્રત રાખે છે એના ઘરે ગરીબી કદી આવતી નથી

Astrology

મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસ કરવાની ધાર્મિક મહત્વ અને સાંસ્કૃતિક મહત્વ છે. વ્રત કરવાથી તન અને મનની શુદ્ધિ થાય છે. વ્રત કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે. વ્રત એક સંકલ્પ હોય છે અને પોતાના આરાધ્ય દેવ સાથે જોડાવાનો એક માર્ગ છે. આપણી સંસ્કૃતિમાં મહિલાઓ અને કન્યાઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. જે રીતે દેવી સંકટોનો નાશ કરવાવાળી હોય છે તેવી રીતે એક પરિવારમાં છોકરી, બહેન, મા, પત્ની વગેરે રૂપોમાં સ્ત્રીઓનું આચરણ થાય છે. મહિલાઓ તેના પરિવારના સુખની અને પોતાના સૌભાગ્યની હંમેશા મંગલ કામના કરે છે. તેથી પોતાના પરિવારની સુરક્ષા માટે દરેક વ્યવસ્થા કરે છે અને વ્રત અને ઉપવાસ કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર ઘરની મહિલાઓને થોડા વ્રત અવશ્ય કરવા જોઈએ. આ વ્રત કરવાથી સ્ત્રી ના ગરમાં થી રોગ, શોક અને દરિદ્રતા નષ્ટ થઈ જાય છે અને તેવા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આજે અમે તમને એવા થોડાક ઉપવાસ વિશે જણાવીશું જેની કુવારી છોકરીઓ અને સૌભાગ્યવતી મહિલાઓ અવશ્ય કરવું જોઈએ.

સોળ સોમવારનું વ્રત
સોળ સોમવારનું વ્રત કોઈપણ કરી શકે છે આ વ્રત વિશેષરૂપથી કુવારી છોકરીઓની સૌભાગ્યવતી છોકરીઓ કરે છે. કુવારી છોકરીઓ શિવજીના જેવો પતિ પામવા માટે આ વ્રત કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય માટે આ વ્રત કરે છે. મહિલા હોય તેમના જીવનકાળમાં આ વ્રત અવશ્ય કરવું જોઈએ.

વટસાવિત્રીનું વ્રત
ભારતમાં ઘણી જગ્યાએ આ વ્રત અલગ-અલગ રીતે કરવામાં આવે છે. પ્રાચીનકાળથી ઘણી સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબી આયુની કામના કરવા માટે આ વ્રત કરે છે. આ વ્રતની કથા મહાન પતિવ્રતા સાવિત્રી સાથે જોડાયેલી છે.

કરવા ચોથ નું વ્રત
આ વ્રતની સંપૂર્ણ ભારતની મહિલાઓ કરે છે. તેને કર્ક ચતુર્થી વ્રત પણ કહે છે. પતિ ખુશાલ રહે તે ભાવના સાથે આ વ્રત કરે છે. પોતાના પતિની લાંબી અને સ્વસ્થ આયુષ્ય મળે આ કામના સાથે પુરા દિવસ ભૂખ્યા રહીને મહિલાઓ આ વ્રત કરે છે અને રાત્રે ચંદ્ર દેખાયા પછી ભોજન કરે છે.
પરિવારને ખુશાલી માટે મહિલાઓ વૈભવ લક્ષ્મી વ્રત, મા લક્ષ્મી વ્રત મા સંતોષી ના વ્રત પણ કરે છે. આ રીતે ઘણા વ્રત છે જેમકે એકાદશી, નવરાત્રી પણ અવશ્ય કરવું જોઈએ. કોઈ પણ વ્રતને કરવા માટે શાસ્ત્રમાં થોડા સામાન્ય નિયમો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *