સ્ત્રીઓના પેટમાં કેમ કોઈ વાત ટકતી નથી, આ શ્રાપ છે તેનું કારણ

Astrology

મિત્રો, તમે પણ સાંભળ્યું હશે કે સ્ત્રીઓના પેટમાં કદી પણ કોઈ વાત ટકતી નથી. તે ક્યાંક ને ક્યાંક વાતને કહી જ દે છે. જ્યાં સુધી તેમના પેટમાં રહેલી વાત તે કોઈને કહી ન દે ત્યાં સુધી તેમને ચેન પડતો નથી. ભલે તમે તેમને કોઈને કહેવાની ના પાડી હોય અથવા તો વચન લીધું હોય તો પણ તે ગમે તે વ્યક્તિ સામે તે વાત કહી જ દે છે. સ્ત્રીઓમાં બાળકોની જેમ જિજ્ઞાસા વૃત્તિ પણ વધુ હોય છે એટલે તે બાળકોની જેમ દરેક વાતને જાણવાની ઈચ્છા પણ વધુ રાખે છે. એવું કહેવાય છે કે સ્ત્રીઓ ફક્ત 32 મિનિટ સુધી જ કોઈ વાતને પોતાના પેટમાં રાખી શકે છે.

સ્ત્રીઓના પેટમાં વાત ન ટકવા પાછળ યુધિષ્ઠિરે સ્ત્રીઓને આપેલો શ્રાપ છે. મહાભારતના યુદ્ધમાં અર્જુન મહાવીર કર્ણ નો વધ કરી દે છે. ત્યારે માતા કુંતી પાંચ પાંડવ ભાઈઓને કહે છે કે તમે અનર્થ કરી દીધો છે. માતા કુંતી કહે છે કે કર્ણ તમારો સૌથી મોટો ભાઈ હતો. પાંચેય પાંડવો આ વાતથી અજાણ હતા. જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. માતા કુંતીએ આ રહસ્યને વર્ષો સુધી પોતાના પેટમાં દબાવી રાખ્યું હતું. તેમને પોતાના સગા પુત્રોને પણ આ વાત જણાવી ન હતી.

જ્યારે આ વાતની પાંડવ ભાઈઓ ને ખબર પડી ત્યારે સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર ખૂબ જ ગુસ્સે ભરાયા. અને ગુસ્સામાં યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો કે આજ પછી દુનિયાની કોઈપણ સ્ત્રી કોઈપણ રહસ્ય છુપાવી નહી શકે એટલે કે કોઈપણ સ્ત્રીના પેટમાં વાત ટકી શકશે નહીં. એટલા માટે કોઈપણ સ્ત્રીને પોતાનું અંગત રહસ્ય કહેતા પહેલા એક હજાર વાર વિચાર કરજો કારણ કે સ્ત્રીઓ તમારું એ રહસ્ય એકના એક દિવસે કોઈના સામે વ્યક્ત કરી જ દેશે. યુધિષ્ઠિરના આ શ્રાપ ના કારણે આજે પણ સ્ત્રીઓના પેટમાં કોઈ પણ વાત ટકતી નથી. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *