દુનિયાના દરેક દીકરા અને દીકરીઓ લાખો કામ છોડીને અવશ્ય વાંચજો, પછી કદાચ મોડું ના થઈ જાય

Astrology

મિત્રો, આ વાતને જો તમે જીવનમાં વણી લેશો તો તમારું મનુષ્ય જીવન સફળ થઈ જશે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ. શાસ્ત્રોમાં કહ્યું છે કે મા બાપ અને ગુરુની સેવા કરવાથી જે ફળ મળે છે તે ફળનું વર્ણન પણ કરી શકાતું નથી. મા બાપ અને ગુરુની સેવાથી હિમાલયના ડુંગર પણ નાના પડે તેટલું પુણ્ય આપણને મળે છે. તમે એક સમયે મંદિરમાં નહીં જાવ તો ચાલશે, મંદિરમાં લાખો કરોડોનું દાન નહીં આપો તો ચાલશે, જપ-તપ માળા આ કશું જ નહીં કરો તો ચાલશે પણ તમારા મા-બાપને આંતરડી કકડાવશો નહીં અને મા બાપ ને સુખ આપશો તો તે ભગવાનને આપેલી સૌથી મોટી ભેટ ગણાશે. મા-બાપથી આગળ આ દુનિયામાં કોઈ છે જ નહીં. મા બાપ એ જ સાક્ષાત ભગવાન છે.

તમારા ઘરમાં જો પાંચ વ્યક્તિ હોય અને ખાવા માટે બે રોટલા હોય. તે બે રોટલાના ચાર સરખા ભાગ કરો તો અડધો અડધો રોટલો ચાર જણને મળે અને એક વ્યક્તિ રોટલા વગરનું રહી જાય અને એ રોટલા વગરનું રહેનાર જે વ્યક્તિ છે એ ત્યારે એમ કહેશે કે મારા પેટમાં દુખે છે, મને પેટમાં ગડબડ છે અને મારાથી આજે ખાઈ શકાય એમ નથી, મને ભૂખ નથી આવું કહેનાર બીજું કોઈ નહીં હોય પરંતુ તે તમારી મા હશે. માં જ આવું કહી શકે. એટલા માટે તમે કોઈ ગંગાના પાણીમાં જઈને ડૂબકી નહિ મારો તો ચાલશે પરંતુ માતા-પિતાના પ્રેમમાં ડૂબકી મારશો તો ધન્ય થઈ જશો. મા ના પાલવમાં મોઢું સંતાડીને એક વખત સૂઈ જોજો તો ખબર પડશે કે એમાંથી ઊઠવાનું પણ તમને મન નહીં થાય. પરંતુ લોકો મોટા થયા પછી મા ના પાલવને ભૂલી જાય છે. ગમે તેટલા મોટા થયા હોય તો પણ મા ના પાલવમાં મોઢું રાખીને સૂઈ જોજો તમને તમારું બાળપણ યાદ આવી જશે.

માતા પિતાના ખોળામાં એક વાર સુઈ જોશો તો આ દુનિયાનો કોઈ દીકરો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં છોડે. આ દુનિયામાં મા બાપ એ જ સાચું તીર્થ છે. જો મા બાપની સેવા કરશો તો જ્યારે આ દુનિયા છોડીને જશો ત્યારે હિમાલયના ડુંગર પર નાના પડે એટલા પુણ્ય લઈને જશો અને તમને મોક્ષ મળી જશે. એટલે દરેક દીકરા અને દીકરીઓને બે હાથ જોડીને વિનંતી છે કે જીવનમાં કોઈપણ દિવસ મા-બાપને દુઃખ આપવાનું અને તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું તથા મા બાપને તરછોડવાનું કોઈ દિવસ ભૂલે ચૂકે પણ વિચારતા નહીં. જે દીકરો મા-બાપને તરછોડે છે તે દીકરો નથી પણ હૃદય વગરનો પથરો છે. મા બાપની સાચી કિંમત જે લોકો પાસે મા બાપ નથી તે જ જાણી શકે છે એટલા માટે સાચા મનથી મા બાપની સેવા કરી લેજો નહિતર પછી કદાચ મોડું ના થઈ જાય. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *