મિત્રો, શુક્રાચાર્યએ કહ્યું છે કે જ્ઞાન વગરનો પતિ તેની પત્ની સામે મૂંગા પશુ સમાન બની જાય છે. તે તેની હા માં હા મિલાવતો જાય છે અને પત્નીની દરેક વાતો માનતો જાય છે. ઘણીવાર તો પત્નીના કુકર્મ જોયા પછી પણ આંખો બંધ કરી લે છે. પરંતુ બુદ્ધિમાન પુરુષ કોઈ સ્ત્રીની વાતોમાં આવીને કોઈ નિર્ણય લેતો નથી. શુક્રદેવ અનુસાર જો કોઈની પત્નીમાં આવા કેટલાક લક્ષણો જોવા મળે તો તેને કદી પણ એકલી ન છોડવી જોઈએ. નહીંતર તે સ્ત્રી કોઈ અન્ય પુરુષ સાથે અવશ્ય સંબંધ બનાવી લેશે.
ચરિત્રહિન સ્ત્રી જ્યાં સુધી પતિ સાથે હોય છે ત્યાં સુધી જ સતિ સાવિત્રી બનીને રહે છે અને જ્યારે તેને એકાંત મળે છે ત્યારે તે શાસ્ત્ર, દાન, ધર્મ, દંડ, સંસ્કાર બધું જ ભૂલી જાય છે. શુક્રદેવ કહે છે કે જે પત્ની તેના પત્નીની આજ્ઞાને ન માનવા વાળી હોય અને પોતાની મરજી અનુસાર મનમાની કરવાવાળી હોય તથા ઘરના વડીલોનું સન્માન ન કરતી હોય તેવી સ્ત્રી પતિની ગેરહાજરીમાં ભ્રષ્ટ થઈ જાય છે. આવી પત્નીને કદી પણ એકલી છોડવી જોઈએ નહીં.
જે સ્ત્રી પતિ કરતા પૈસાને વધુ મહત્વ આપતી હોય એટલે કે પતિની તેને કોઈ જ ચિંતા ન હોય પરંતુ તે ધનની અત્યાધિક લાલચી હોય તે ધનના લાલચમાં આવીને કોઈપણ ખરાબ આચરણ કરી શકે છે તેથી આવી લાલચી સ્ત્રીને પણ કદી પણ એકલી છોડવી જોઈએ નહીં. આવી લાલચી સ્ત્રી પોતાની લાલચ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પતિથી હંમેશા દૂર ભાગવા વાળી તથા જે સ્ત્રીને પતિ હોય કે ન હોય કોઈ ફરક ન પડતો હોય તેવી સ્ત્રી માટે પતિનું કોઈ જ મૂલ્ય હોતું નથી. આવી સ્ત્રીને પણ કદી પણ એકલી છોડવી જોઈએ નહીં. શુક્રદેવ અનુસાર આ ત્રણ લક્ષણો ધરાવતી પત્નીને કદી પણ એકલી છોડવી જોઈએ નહીં અન્યથા પરિવાર બરબાદ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ