મહાદેવને ખુશ કરવા વાળી આ રામાયણ ચોપાઈ 1 વાર જાપ કરવાથી મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

Astrology

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ જે મનુષ્ય ઉપર મહાદેવની કૃપા થાય તેનુ સાક્ષાત યમરાજ પણ કંઈ બગાડી શકતા નથી. રામચરિતમાનસમાં આપવામાં આવેલી રામાયણ ચોપાઈ નો જાપ કરવાથી મહાદેવની અસીમ કૃપા મેળવી શકાય છે. અને જે ભક્ત પર મહાદેવ ની અસીમ કૃપા હોય તો પછી જીવન એનું ધન્ય બની જાય છે.

આ રામાયણ ચોપાઈ નો પાઠ કરવાથી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ચોપાઈનો જાપ કરવાથી જ તુલસીદાસ પર મહાદેવની કૃપા થતી હતી અને રામચરિતમાનસ નામનો ગ્રંથ લખવાની પ્રેરણા પણ મળી હતી. ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની અસીમ કૃપા થી જીવનની તમામ વ્યાધિ ઉપાધિ એક ક્ષણમાં દૂર થઈ જાય છે.

“કુન્દ ઇન્દુ સમ દેહ ઉમા રમન કરુણા અયન.
જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન.”
આ ચોપાઈનો અર્થ થાય છે, જેમનું કુન્દનાં પુષ્પ અને ચંદ્રમા સમાન શરીર છે, પાર્વતીજીના પ્રિયતમ અને દયાના ધામ છે. ગરીબો પર જેમનો સ્નેહ છે અને કામદેવનું મર્દન કરવા વાળા મહાદેવ મારા પર કૃપા કરો.

આ ચોપાઇ શ્રી તુલસીદાસે લખેલી છે. આ ચોપાઈનો જાપ કરવાથી મહાદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. રામચરિતમાનસમાં લખેલી આ રામાયણ ચોપાઈ નો જાપ કરી લાખો શ્રદ્ધાળુ ભક્તોએ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરી છે. આ ચોપાઈનો દિવસમાં એક વાર જાપ કરવા માત્રથી જીવનની તમામ સમસ્યાઓનો રસ્તો મહાદેવની કૃપાથી આપોઆપ મળી જાય છે. જય જય શિવ શંકર. જય શ્રી રામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *