ખરાબ સમયમાં મારી આ 2 વાતો હંમેશા યાદ રાખજો

Astrology

મિત્રો, આ સંસારમાં દરેક વ્યક્તિ કંઈક મોટું કામ કરવા માંગે છે, એવું કામ જે સંસારમાં બીજા કોઈએ ન કર્યું હોય. દરેક વ્યક્તિ એવા પદ પર પહોંચવા માગે છે જ્યાં અન્ય કોઈ પહોંચી શક્યું ન હોય અને કેટલાક લોકો આવું કરવામાં સફળ પણ થઈ જાય છે અને કેટલાક લોકો અસફળ થાય છે. આવું કેમ થાય છે? ન તો એમના નિશ્ચયમાં કોઈ કમી હોય છે કે ન એમના પ્રયાસમાં કોઈ કમી હોય છે તો પછી કેમ અમુક લોકો પાછળ રહી જાય છે.

આમ થવા પાછળનું કારણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તમે આ સંસારમાં મહાન કામ કરવા માંગો છો. તે માર્ગ અને તે પદ મેળવવા માંગો છો જે સંસારમાં અન્ય કોઈને નથી મળ્યું પરંતુ તમારી સમસ્યા એ પણ છે કે આ કાર્ય કરવામાં આ સંસાર જ તમારો સાથ નહીં આપે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ સંસારને ભૂલી જાઓ, આ જીવનમાં એકલા આગળ વધો. ગંગોત્રી માંથી જ્યારે એક બુંદ નીકળે છે ત્યારે તે ફક્ત એક જ બુંદ હોય છે ત્યાર પછી જ્યારે તે પોતાની યાત્રા પ્રારંભ કરે છે અન્ય બુંદો સાથે મળીને પછી જ એ ધારા બને છે અને ત્યારે તે ગંગા બને છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જો તમારી જીવનમાં આગળ વધવું હોય તો એકલા આગળ વધવાનું શીખી લો અને એ પણ નીડરતાની સાથે અને સાહસની સાથે, સકારાત્મકતા સાથે જીવનમાં આગળ વધો પછી જોજો તે માર્ગ અને તે પદ તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો હશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રાત્રે તમે મીઠી નિંદ્રા પ્રાપ્ત કરો છો અને ઘણા સ્વપ્ન જુઓ છો, ભવિષ્યની યોજનાઓ બનાવો છો. ખૂબ જ સારું લાગે છે. સવારે જ્યારે આંખો ખોલે છે, નિંદ્રા ભંગ થઈ જાય છે અને સપના ત્યાં જ તૂટી જાય છે અને પછી તમે તમારી દિનચર્યામાં લાગી જાઓ છો. સપના રાત્રે આવે છે પરંતુ તે સપનાને સાકાર દિવસે જ કરી શકાય છે.

રાત્રે મીઠા પવન સાથે સ્વપ્ન જોવા અને ભવિષ્યની યોજનાઓ બનાવી ખૂબ જ સરળ છે પરંતુ સવારે સમય પર ઊઠીને સૂર્યના તાપના નીચે તે ગરમીને સહન કરવી, પરસેવા થી લતપથ થઈને માર્ગ શોધવો અને તે માર્ગ પર આગળ વધવું, મુશ્કેલીઓ રુપી કાંટા કાંકરાઓનો સામનો કરવો ત્યાર પછી લક્ષ મેળવવું તે કઠિન છે. જો તમે ઈચ્છતા હોય કે જે સ્વપ્ન તમે જોયા છે તે સાકાર થઈ જાય તો તમારે દિવસે બહાર નીકળીને કર્મ કરવું પડશે, પરિશ્રમ કરવો જ પડશે. તમારા મનની આંખો સ્વપ્ન જોઈ લેશે પરંતુ તેને સાકાર કરવું ફક્ત અને ફક્ત પરિશ્રમ દ્વારા જ શક્ય બનશે. તો જીવનમાં પરિશ્રમ કરો અને પ્રેમથી બોલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *