સ્ત્રી 20 વર્ષની ઉંમરેથી જ ડાયટ કરવાનું શરૂ કરી દે તો પોતાનું આયુ 10 વર્ષ વધારી શકે છે. ઘઉં અને બાઝારીને બદલે અખરોટ, બદામ અને પિસ્તાનું સેવન કરવાથી બીમારી રોકી શકો છો.
જો તમે તમારી ઉંમર વધારવા માગતા હોય તો કોઈ મોંઘી દવા કે કોઈ સારવાર લેવાને બદલે માત્ર ડાયટ બદલી આ કામ કરી શકો છો. ડાયટમાં ફેરફાર કરી મહિલાઓ 10 વર્ષ અને પુરુષો13 વર્ષ ઉંમર વધારી શકે છે. આવો દાવો ‘PLOS મેડિસીન’ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કરવામાં આવ્યો છે. રિસર્ચ મુજબ, જો મહિલા 20 વર્ષની ઉંમરેથી જ ડાયટ લેવાનું શરૂ કરી દે તો તે 10 વર્ષ પોતાની ઉમર વધારી શકે છે અને પુરુષો 13 વર્ષ ઉમર વધારી શકે છે. આટલું જ નહિ સારા ડાયટથી વૃદ્ધો પણ પોતાનો જીવનકાળ વધારી શકે છે.
60 વર્ષની ઉંમરેથી ડાયટ લેવાનું શરૂ કરો તો પુરુષ ૯ વર્ષનું જીવન લંબાવી શકે છે, અને મહિલાઓ ૮ વર્ષ ઉમેરી શકે છે. લીલી શાકભાજી ભોજનમાં નિયમિત લેવાથી 80 વર્ષના વડીલને પણ ફાયદો થાય છે. 80 વર્ષના વડીલો આ દાયકામાં ડાયટમાં ફેરફાર કરી 3.5 વર્ષ વધારે જીવવાની સંભાવના વધી જાય છે.
એક રિસર્ચમાં ટ્રુ હેલ્થ ઈનિશિએટિવના અધ્યક્ષ અને ફાઉન્ડર ડૉ. ડેવિડ કાટ્ઝે કહ્યું, ‘સંતુલિત આહારથી જૂની બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે અને અકાળે મૃત્યુનું જોખમ ઓછું કરી શકાય છે.’ સ્ટડી દરમિયાન જોવા મળ્યું કે વાલોર, વટાણા, મસૂર સહિતના કઠોળ ડાયટમાં ઉમેરવાથી ઘણા લાભ થાય છે.અનાજને બદલે અખરોટ, બદામ અને પિસ્તાનું રોજ સેવન કરવાથી બીમારીથી બચી શકાય છે. લીલા પાંદડાવાળી શાકભાજી પણ દીર્ઘાયુ માટે મદદ કરે છે.
દીર્ઘાયુ અને ડાયટ વચ્ચેનું કનેક્શન
નોર્વેના સંશોધકો એ મહિલા અને પુરુષના ડાયટનો અભયશ કર્યો. તેમાં રેડ મીટ અને પ્રોસેસ્ડ ફૂડ ખાનારા લોકોની ઉંમરનો અભ્યાશ કરવામાં આવ્યો. આ સાથે બેલેન્સ્ડ ડાયટ લેનેરા લોકોનો ડેટા એકત્રિત કરી બંનેનું તફાવત કરવામાં આવ્યું. ત્યારબાદ સંશોધકોએ દાવો કર્યો કે નાની ઉંમરેથી જ ડાયટમાં ફેરફાર કરી વધારે જીવન જીવી શકાય છે.