૧૩ ફેબ્રુઆરીએ સૂર્યનું થશે ગોચર અને બુધ છે માર્ગી, આમાંની અસરથી શિક્ષણ, ખેતી, ધંધામાં જોવા મળશે આવા પરિણામ.
સૂર્ય ગ્રહ 13 મી ફેબ્રુઆરીએ મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે. બીજી બાજુ, 22 ફેબ્રુઆરીથી ગુરુ ગ્રહ પશ્ચિમ દિશામાં આથમશે, અને બુધ ગ્રહ માર્ગી બની જશે. સૂર્યના કુંભ રાશિમાં આવવાથી હવામાન, ધંધા, કૃષિમાં સારા પરિણામો જોવા મળશે. જે લોકોની કુંડળીમાં બુધ શુભ છે, આવા લોકો નોકરી અને કારકિર્દીમાં ફાયદો થશે. શિક્ષણ, ખેતી, શેરબજાર અને ધંધામાં થયેલા નુકશાનનો અંત આવશે અને નવી તકો ઉભી થશે.
વ્યવશાયમાં લાભ થશે. વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળવાની તકો બંધાશે. 13 ફેબ્રુઆરીએ સૂર્યના મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવવાની સાથે જ હવામાનમાં મોટો ફેરફાર થશે. ઠંડી ધીમે ધીમે ઓછી થશે. અને ગરમીનું પ્રમાણ વધશે. પંડિત રામજીવન દુબેએ જણાવ્યું કે, બુધ વાણી, બુદ્ધિ, વિદ્યા અને સંચાર પર પર સ્વામિત્વ રાખતો ગ્રહ છે.
પંડિત જગદીશ શર્માએ જણાવ્યું કે, બુધની ચાલ અત્યારે ઘણી ધીમી ચાલુ રહી છે. ગઈ 15 જાન્યુઆરીના રોજ, બુધ શનિના સ્વામિત્વ નામની મકર રાશિમાં વક્રી હતો, જે ફરીથી 4 ફેબ્રુઆરીએ માર્ગી થયો હતો. તેમના માર્ગી થતા જ શિક્ષણ,અધ્યાત્મ, ધર્મ અને ખેતીમાં અનેક તકો ઉભી થઇ શકે છે. બુધના માર્ગી થવાથી કન્સલ્ટન્સી, સરકારી, આઈટી ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો ઉભી થશે. બુધનું માર્ગી થવું અને સૂર્યના રાશિ પરિવર્તનની કેટલીક રાશિઓ પર ઓછી તો કેટલીક રાશિઓ પર વધુ અસર જોવા મળશે.