પતિની સાથે ભોજન કરવા વાળી સ્ત્રીઓ આ જરૂર વાંચો

Astrology

મહાભારતમાં ભોજન કરતી વખતે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા હતા. જે મનુષ્યના નિયમોનું પાલન કરે છે તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો સારો જ રહે છે સાથે સાથે સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા નિયમોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પરિપૂર્ણ થયેલ છે.

ભોજન કરતી વખતે સૌપ્રથમ બંને હાથ, પગ અને મોઢું સાફ કરીને જ બેસવું જોઈએ. ભોજન કરતા પહેલા અન્નદેવીની સ્તુતિ અને અન્નદેવને થાળ ચડાવું જોઈએ. ઈશ્વરને એવી પ્રાર્થના કરવી જોઈએ કે દરેક ભૂખ્યા માણસને ખાવાનું મળી રહે અને તમને ભોજન આપવા માટે તેનો આભાર માનવો જોઈએ.

સ્ત્રીઓને સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ મન રાખીને જ ભોજન બનાવવું જોઈએ. સૌપ્રથમ ત્રણ રોટલીઓ જે એક ગાયને, એક કૂતરાને અને એક કાગડા માટે બનાવી જોઈએ. એના પછી અગ્નિદેવને ભોગ ચડાવીને જ ઘરવાળાને પીરસવું જોઈએ. ભોજન બધાને સાથે રસોડામાં બેસીને જ કરવું જોઈએ. અલગ અલગ બેસીને ભોજન કરવાથી પરિવારના સભ્યોમાં પ્રેમ અને એકતા રહેતી નથી.

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે માણસ એક સમયે ભોજન કરે છે એને યોગી કહેવામાં આવે છે. અને જે માણસ બે સમય ભોજન કરે છે તેને ભોગી કહેવામાં આવે છે. ભોજન કરતા સમયે હંમેશા ઉત્તર દિશામાં રાખીને જ ભોજન કરવું જોઈએ. દક્ષિણ દિશામાં મોઢું રાખીને કરવામાં આવેલું ભોજન આત્મા ને આમંત્રણ આપે છે. પશ્ચિમ દિશામાં મોઢું રાખીને જમવાથી રોગોમાં વૃદ્ધિ થાય છે. સોફામાં બેસીને કે તૂટે વાસણમાં ભોજન ન કરવું જોઈએ.

ઝઘડા વાળા વાતાવરણમાં પણ ભોજન ન કરવું જોઈએ. ઘોંઘાટ વાળા વાતાવરણમાં પણ ભોજન કરવું અનુચિત માનવામાં આવ્યું છે. સાડીમાં પીરસવામાં આવેલા ભોજનની કદી નિંદા ન કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *