આવો કાળો દોરો બાંધવાની ભૂલ કદી ના કરતા, જીવનભર પછતાશો.

Astrology

મિત્રો તમે ઘણાં લોકોના હાથ પગમાં કાળો દોરો અવશ્ય જોયો હશે પરંતુ તમે તેની પાછળનું કારણ જાણો છો. આજે ઘણા લોકો કોઈ વિધિ વગર ફેશન માટે તેમના હાથ અથવા પગ માં કાળો દોરો બાંધે છે પરંતુ તમને જણાવી દઈએ કે આ વસ્તુ તમને ખૂબ મોટી મુસીબત માં નાખી શકે છે. ઘણા લોકોને આ વાત મામૂલી લાગી શકે છે. ઘણા લોકોના હાથ અને પગમાં બાંધેલો કાળો દોરો જોઈને તમે પણ તે જોઈને તમારા હાથ અથવા પગ મા કાળો દોરો બાંધો છો. આ તેને શુભ પરિણામ દેવાની જગ્યાએ તેમને નુકસાન પહોંચાડે છે. શરીર પર કાળો દોરો બાંધતા પહેલા તેને બાંધવા ની વિધિ વિશે જાણી લેવું જોઈએ. તેને કયા દિવસે બાંધવો જોઇએ , તેને બાંધતા સમયે કયો મંત્ર બોલવો જોઈએ અને તેને બાંધ્યા પછી કયા કાર્યો કરવા જોઈએ નહીં આજે અમે તમને જણાવીશું.

મિત્રો કાળો દોરો નજરદોષ અથવા બુરી શક્તિઓથી રક્ષાના હેતુથી બાંધવામાં આવે છે. એવી માન્યતા છે કે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓની નષ્ટ કરવાની અદભૂત તાકાત હોય છે. તેને બાંધવા વાળા લોકો પર ખરાબ નજર ની અસર થતી નથી. સાથે જ દોરો મનુષ્યને કાળી શક્તિ થી બચાવે છે. ઘણા લોકો તાંત્રિક વિદ્યા નો ઉપયોગ કરીને બીજાના જીવનને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. તેનાથી બચવા માટે અભિમંત્રિત કરેલું કાળો દોરો બાંધવો જોઇએ. જો વ્યક્તિને જીવનમાં વારે ઘડીએ અસફળતા મળતી હોય તો, ઘણી મહેનત કરવા જતા સફળતા મળતી ન હોય તો કાળો દોરો બાંધીને વ્યક્તિ તેની મુશ્કેલીઓ દૂર કરી શકે છે. જો ગર માં ઝગડા થતા હોય, કોઈની નજર લાગી ગઇ હોય, અથવા તો કોઈએ કાળો જાદુ કરી પતિ-પત્નીના સંબંધમાં અંતર લાવી દીધું હોય તો તેવા સમયમાં એક નાનું કાળો દોરો તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે.

જો કોઈ વ્યક્તિ શનિદોષથી પીડિત હોય, શનિની કુદ્રષ્ટિથી તેનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હોય તો શનિદેવને પ્રસન્ન કરવા માટે અભિમંત્રિત કરેલું કાળો દોરો બાંધવો જોઇએ. જો કોઈ વ્યક્તિ અથવા બાળક વારે ઘડીએ બીમાર પડતું હોય તો એ લોકોની ખરાબ નજરનો પ્રભાવ હોય છે તેનાથી બચવા માટે કાળા દોરાનો પ્રયોગ કરવો જોઇએ. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવા માટે મનુષ્ય સાવધાની રાખવી જોઈએ નહીં તો આ શુભ પરિણામ દેવાની જગ્યાએ ખરાબ પરિણામ આપે છે. કોઇ વિધિ વિના કાળો દોરો બાંધવા થી તે તમારી બાજુ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવા માટે શનિવારનો દિવસ સર્વોત્તમ હોય છે.

કાળા દોરાને દુકાન ખરીદીને તરત તમારા હાથમાં બાંધવું જોઈએ નહીં. કાળો દોરો ખરીદીને તેને શનિદેવના મંદિરમાં જઇને શનિદેવના ચરણોમાં રાખવું અને શનિદેવના મંત્ર તેને અભિમંત્રિત કરો અને તેના પછી જ તેને બાંધવો. કાળા દોરા પર નવ ગાંઠો બાંધ્યા પછી તેને બાંધવું શુભ હોય છે. આ દોરો બાંધ્યા પછી શનિદેવના મંત્ર નો 108 વખત જાપ કરવો જોઈએ. પછી જ દોરો પ્રભાવશાળી બને છે. જો જીવનમાં આર્થિક સમસ્યા હોય તથા ધનથી જોડાયેલી સમસ્યા હોય તો મંગળવારના દિવસે કાળો દોરો બાંધવું જોઈએ. જો જમણા પગમાં કાળો દોરો બાંધો છો તો સુખ સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિને પેટ સંબંધિત બીમારીઓ હોય તો તેને પગના અંગુઠામાં કાળો દોરો બાંધવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *