પત્ની સિવાય આ 1 સ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવો પાપ નથી

Astrology

મિત્રો, મહાન આચાર્ય શુક્રદેવે મનુષ્યના જીવનને સુખમય બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપેલું છે. શુક્રાચાર્ય કહે છે કોઈ સ્ત્રીને પ્રેમ કરવો તે અનૈતિક નથી. જે સ્ત્રી સાથે પ્રેમ કરીને સમાજ અને ધર્મની નૈતિક સીમાઓનું ઉલ્લંઘન ન થતું હોય તેનાથી કોઈપણ પ્રકારનો દોષ લાગતો નથી અર્થાત સમાજની માન મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કોઈ સ્ત્રી સાથે પ્રેમ કરવો તે જરાક પણ અયોગ્ય નથી. જો પત્નીને દુઃખ ન હોય અને પત્ની પતિને અન્ય બીજી કોઈ સ્ત્રીને પ્રેમ કરવાની આજ્ઞા આપે અને તે પુરુષ બે સ્ત્રીઓને બરાબર પ્રેમ અને સુખ આપવા માટે સમર્થ હોય તો તે અન્ય સ્ત્રીને પ્રેમ કરી શકે છે.

પરંતુ જો પત્ની અસંતૃષ્ટ હોય અને પત્નીને દુઃખી કરીને બીજી સ્ત્રી પાસે જે પુરુષ જાય તો તેઓ પુરુષ નીચ પુરુષ કહેવાય છે. આ વાત પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓને લાગુ પડતી હતી. રાજા મહારાજા પોતાની પત્નીની આજ્ઞા લઈને ઘણી રાણીઓ રાખતા હતા અને દરેક રાણીને સમાન પ્રેમ આપતા હતા પરંતુ આજના સમયમાં આ કાર્ય અસંભવ છે કારણ કે કોઈ પણ સ્ત્રી પોતાના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે જોવું પસંદ નથી કરી શકતી. તેથી કોઈ પણ પુરુષ પોતાની પત્નીને દુઃખી કરીને અન્ય સ્ત્રી સાથે આશક્તિ ન દેખાડે તે જ બુદ્ધિમાની છે નહિતર તેવા પુરુષનો વિનાશ થવો નિશ્ચિત છે.

શુક્રાચાર્ય કહે છે સ્ત્રીઓમાં રુચિ ન રાખવા વાળા પુરુષો માટે સ્ત્રી હંમેશા સુખ આપવા વાળી હોય છે અર્થાત જે સ્ત્રીઓમાં આશક્ત ન રહીને પોતાના જીવનનો ઉત્કર્ષ કરે છે સ્ત્રીઓ તેવા પુરુષને જ પોતાના પ્રાણનાથ તરીકે સ્વીકારે છે. આવા પુરુષો માટે સ્ત્રી પોતાનું સર્વ ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. શુક્રાચાર્ય અનુસાર પત્નીની આજ્ઞાથી પતિ અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવી શકે છે પરંતુ પત્નીને દુઃખી કરીને અને પત્નીની મરજી વગર અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષ મહાનીચ કહેવાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *