શાસ્ત્રો મુજબ દીવો કરતી વખતે આ ચમત્કારિક મંત્ર બોલવાથી આરોગ્ય, ધન,સુખ-સમૃદ્ધિ બધું જ પ્રાપ્ત થઈ જાય છે.

Astrology

 

મિત્રો, દરેક ઘરમાં સવારે અને સાંજે વિધિ વિધાન મુજબ આપણે સૌ કોઈ આપણા આરાધ્ય દેવની પૂજા અર્ચના કરતા જ હોઈએ છીએ. સવારેને સાંજે પ્રાર્થના અને પૂજા આરતી કરવાથી મન થઇ જતું હોય છે સાથે જ જો કોઈ મુશ્કેલી હોય તો એનો ચોક્કસપણે માર્ગ મળે છે અને મનોબળ મજબૂત પણ બને છે.

આપણા આરાધ્ય દેવની પૂજા અર્ચના કરવાની શરૂઆત આપણે દીવો પ્રગટાવીને કરીએ છીએ. જ્યારે પણ કોઈ પૂજા આરતી અથવા કોઈ વિધિ કરવાની હોય ત્યારે આરાધ્ય દેવનો દીવો કરવામાં આવે છે. દીવો કરવાથી જ નકારાત્મક વિચારો અને શક્તિઓ ઘરમાંથી દૂર ભાગે છે અને એક હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. જ્યારે આપણે દીવો સળગાવીને છીએ ત્યારે એ બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં સુધી પૂજા પૂર્ણ ન થાય ત્યાં સુધી દેવો બુઝાય નહીં જો દીવો બુઝાઈ જાય તો તેનું ધાર્યું પરિણામ મળતું નથી. દીવો પ્રગટાવોએ આપણા આરાધ્યદેવ પ્રત્યે આસ્થાનું પ્રતિક છે. તૂટેલા કે સ્વચ્છ દીવાનો ઉપયોગ કદાપિ કરવો જોઈએ નહી. તેલનો દીવો હંમેશા જમણી બાજુએ પ્રગટાવવો જોઈએ. અને જો તમે ઘીનો દીવો સળગાવ્યો હોય તો હંમેશા આરાધ્ય દેવની મૂર્તિની સામે જ રાખવો જોઈએ.

જ્યારે પણ દીવો પ્રગટાવવો ત્યારે આ મંત્રનો જાપ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ ,તકલીફો માંથી છુટકારો મળે છે, દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવાથી જીવન માંથી તમામ દુઃખ દૂર થઈ જાય છે.

“શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદામ ।
શત્રુ બુદ્ધિ વિનાશાય, દિપં જ્યોતિ નમોસ્તુતે ॥”

દીવો પ્રગટાવતી વખતે જો ત્રણ વાર મંત્રનો જાપ કરવામાં આવે તો શાસ્ત્રો કહ્યા અનુસાર ભગવાનની કૃપા હંમેશા આપણા પર બની રહે છે, અને હંમેશા આપણા જીવનમાં શુભ થાય છે, આરોગ્ય સારું જળવાઈ રહે છે, સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *