ચરિત્રહીન અને લંપટ પુરુષોને પકડવાનો ઉપાય

Astrology

મિત્રો, સમાજમાં તમે ઘણા ચરિત્રહીન પુરુષો જોયા હશે પરંતુ ઘણીવાર આવા ચરિત્રહીન પુરુષોને ઓળખી શકાતું નથી અને ઘણી સ્ત્રીઓ આવા પુરુષોની માયાજાળમાં ફસાઈ જાય છે. ચરિત્રહીન અને લંપટ પુરુષ દરેક સ્ત્રીને હંમેશા વાસનાની નજરથી જુએ છે. સૌથી પહેલા તો તમે આવા પુરુષની આંખો જોઈને જ તેને પકડી શકો છો કે તે ચરિત્રહિન છે કે નહીં. આવો ચરિત્રહીન અને લંપટ પુરુષ દરેક સ્ત્રી પર આકર્ષિત થઈ જાય છે. આવો પુરુષ કોઈ એક સ્ત્રીનો રહેતો નથી. તેનો સ્વાર્થ પૂરું થતાં જ તે તમને છોડી દેશે.

જે પુરુષ સ્ત્રીનું સન્માન નથી કરતો એટલે કે તેની પત્ની કે પ્રેમિકાનું સન્માન ન કરી શકતો હોય તે પણ ચરિત્રહીન પુરુષ કહેવાય છે. જીવનમાં ભૌતિક સુખની સાથે શારીરિક સુખ પણ ખૂબ જ અગત્યનું હોય છે. એટલે જે પુરુષ તેની પત્નીને શારીરિક સુખ નથી આપી શકતો તેની પત્ની હંમેશા તેનાથી નારાજ રહે છે. પારકી સ્ત્રીઓ સાથે મજા કરનાર અને પત્નીની શારીરિક સુખની ઈચ્છા પૂરી ન કરનાર પુરુષ પણ ચરિત્રહીન પુરુષની શ્રેણીમાં આવે છે.

જે પુરુષની સાથે કોઈ સ્ત્રીને સુરક્ષાનો અહેસાસ ન થતો હોય તેવા પુરુષ કદી પણ પોતાની પત્નીનો પ્રેમ નથી મેળવી શકતા. દરેક પત્ની પોતાના પતિમાં તેમના પિતાની છાયા જોવા માગે છે. જો કોઈ પુરુષ પત્ની સાથે સુરક્ષાત્મક વ્યવહાર ન કરે તો તેની પત્ની કદી પણ તે પુરુષનો સાથ નહીં આપે. એટલે જે પણ પુરુષ સાથે કોઈ સ્ત્રી સુરક્ષિત મહેસૂસ ન કરે તો તે પુરુષ ચરિત્રહીન હોય છે. આચાર્ય ચાણક્ય અનુસાર આ ચાર બાબતોથી તમે કોઈપણ ચરિત્ર પુરુષને ફક્ત બે મિનિટમાં પકડી શકો છો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *