આપણે બધાએ આચાર્ય ચાણક્યની નીતિઓ વિશે બહુ સાંભળી છે અને વાંચ્યું છે. તે સૌથી તેજ બ્રાહ્મણ હતા અને પોતાના રાજાઓને દરબારમાં એક થી ચડિયાતી નીતિઓ બતાવતા હતા અને માર્ગદર્શન કરતા હતા. ચાણક્ય પોતાના ગ્રંથમાં અનેક નીતિઓ લખી છે અને આ નીતિઓ પોતાના જીવનમાં પાળવા વાળા સુખી જીવન જીવે છે. ચાણક્યની નીતિઓ માંથી અમુક નીતિઓ પુરુષો માટે લખવામાં આવી છે એમાંથી ત્રણ વાતોઆજે આપણે વાંચીશું.
1. સ્ત્રીનું ચરિત્ર છુપાવવું જોઈએ
તમારી પત્નીનું ચરિત્ર જેવું પણ હોય તમારે કોઈને બતાવવું ન જોઈએ. જો તમે પોતાની પત્ની સાથે સુખી જીવન જીવવા માગતા હોય તો એનું ચરિત્ર સારું હોય કે ખરાબ કોઈને એના વિશે કહેવું ન જોઈએ. અગર એનું ચરિત્ર ખરાબ હોય તો પણ મળીને.
2. પોતાની ઇન્કમ ની જાણકારી કોઈને ના કહેવી જોઈએ
જે રીતે કોઈ મહિલાની ઉંમર ના પૂછવી જોઈએ એમ પુરુષની ઇન્કમ વિશે કોઈને ના પૂછવું જોઈએ. ભલે એ ઓછું કમાય અથવા વધારે કમાય, આપણે આપણી સેલરી વિશે કોઈને પુરી માહિતી આપવી ન જોઈએ નહીં તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
3. વ્યાપારમાં આવેલું નુકસાન કોઈને ન જણાવવું જોઈએ.
જો તમારે વ્યાપારમાં કોઈ મોટું નુકસાન થયું હોય અને તમારે જ એની ભરપાઈ કરવાની હોય તો પણ તમારે એ વિશે બતાવું ન જોઈએ. આ વિશેની માહિતી તમારા મિત્ર કે રીસ્તેદારને પણ ન કરવી જોઈએ કારણ કે અમને ખબર પડે પછી એ તમને મદદ નહીં કરે અને ના પાડી દેશે.
વાંચવા માટે ધન્યવાદ.