શ્રી કૃષ્ણ કહે છે, ઘરની સામે આ છોડ અને ઝાડ જાતે જ ઉગે તો તમે બહુ નસીબદાર છો

Astrology

મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે વ્યક્તિને ઘરના સામે આ છોડ એની જાતે ઉગી જાય તેના ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે એટલે કે આ છોડ માતા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. આ છોડ કોઈ વ્યક્તિના ઘરના સામે એની જાતે ઉગી જાય તો તે વ્યક્તિ ની દરિદ્રતાનો નાશ થાય છે. આ છોડની શાસ્ત્રોમાં અત્યંત શુભ માનવામાં આવે છે. જે સ્થાન પર આ છોડ ઊગે છે ત્યાંના વાતાવરણમાં સકારાત્મકતા આવી જાય છે અને જે સ્થાન પર આ છોડ સુકાઈ જાય છે તે સ્થાન પણ નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે.

તેથી આ છોડનું ઘરે હોવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ આપણને શુભ અને અશુભ સંકેત આપે છે. જો તમે આ છોડને તમારા ઘરમાં લગાવો અને આ છોડ હંમેશા લીલાછમ રહે તો એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં અને તમારા ઘરની આસપાસ સકારાત્મક ઊર્જા છે. જેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે અને જો તમારા ઘરમાં લગાડેલા છોડ સુકાઈ જાય તો એ વાતનો સંકેત છે કે તમારા ઘરની આસપાસ કોઈ નકારાત્મક ઊર્જા છે.

તુલસીનો છોડ
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તુલસીનો છોડ સૌથી વધારે પવિત્ર હોય છે. આ છોડ જે સ્થાન પર હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરી શકતી નથી. તુલસી મા માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેને રોજ પૂજા કરવાથી અને તેને રોજ જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. પરંતુ આ છોડ ઘરના કોઈ સ્થાન પર પોતાની જાતે જ ઉગી જાય તો તેની અત્યંત શુભ સંકેત સમજવો જોઈએ. તે સંકેત આપે છે કે માતા લક્ષ્મી એ તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે. તમારા જીવનમાંથી દરિદ્રતાનો નાશ થશે. ધન સાથે જોડાયેલી જેવી સમસ્યાઓ છે તે સમાપ્ત થઈ જશે. પરંતુ તુલસીના છોડનું સુકાવું અશુભ સંકેત છે.

કેળા નું ઝાડ
કેળા ના ઝાડ માં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ છોડ ઘરમાં લગાવવાથી દરેક દુઃખોનો નાશ થાય છે. ગુરૂવારે કેળાના છોડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. આ ઝાડ અચાનક તમારા ઘરની આસપાસ ઉગી જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. જો કોઈ વ્યક્તિ ઘરમાં લાંબા સમયથી બીમાર છે તો તેના રોગોનો નાશ થાય છે. આ છોડ ઘરની પાસે હોવાથી તે ઘરમાં અકાળ મૃત્યુ પ્રવેશ કરી શકતી નથી. તેથી જ શાસ્ત્રોમાં કેળાના છોડ નું સૌથી વધારે મહત્વ છે.

આસોપાલવ
શાસ્ત્રો અનુસાર આસોપાલવનું ઝાડ શોક નો નાશ કરવા વાળું હોય છે. આ ઝાડ ને ઘરની પાસે અવશ્ય લગાવવું જોઈએ. આ ઝાડ વિવિધ પ્રકારના શુભ અને અશુભ સંકેતો આપે છે. જો ઘર ની પાસે રહેલું આસોપાલવનું ઝાડ સુકાવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરની કોઈની ખરાબ નજર લાગી ગઈ છે અથવા તો કોઈએ તાંત્રિક ક્રિયા કરી છે. જો આસોપાલવનું ઝાડ ની પાસે પોતાની જાતે જ ઊગી જાય તો તે સંકેત આપે છે કે તમારા દુઃખોનો અંત થવાનો છે અને તમારા જીવનમાં શુભ સમય આવવાનો છે.

લીમડા નું ઝાડ
લીમડાનું ઝાડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઝાડ રોગ અને બીમારીઓનો નાશ કરે છે. જો લીમડાનું ઝાડ તમારા ઘરની આસપાસ પોતાની જાતે જ ઊગી જાય તો તે શુભ સંકેત આપે છે. આ ઝાડની પણ રોજ જળ ચડાવવું જોઈએ અને તેના પાંદડા નું સેવન કરવું જોઈએ.

આંકડા નું ઝાડ
શાસ્ત્રોમાં દૂધવાળા છોડ ઘરની પાસે હોવું શુભ માનવામાં આવતું નથી પરંતુ આંકડાનો છોડ આમાં અપવાદ છે. જો આંકડાનો છોડ તમારા ઘરની આસપાસ પોતાની જાતે ઉગી જાય તો તેને શુભ સંકેત સમજવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે. મંગળવારે આંકડાના છોડના પાંદડા ની માળા બનાવીને હનુમાનજીને અવશ્ય અર્પણ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *