તમે જાણો છો કે ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ રાખવાથી ઘરમાંથી દરિદ્રતા કદી જતી નથી. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારવાના ઉદ્દેશથી થોડા મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો દરેક વસ્તુ નકારાત્મક અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જો તેમની યોગ્ય સ્થાન પર ન રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે. જો તેને યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે.
વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દ્વાર સુખ સમૃદ્ધિ અને વૈભવ નું પ્રવેશ દ્વાર હોય છે. જો એની દિશા ખોટી હોય અને તેની સામે ખોટી વસ્તુઓ મૂકવામાં આવે જે નકારાત્મક ઊર્જા ફેલાવે છે તું એનાથી ઘરમાં ઝઘડા, બીમારી અને દરિદ્રતા પણ વધે છે. આ જ કારણથી વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારની ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર મુખ્ય દ્વારની સામે આ ત્રણ વસ્તુઓ કદી મૂકવી જોઈએ નહીં નહીતો તમારા ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરશે.
1. ગંદા પાણીનો ભરાવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશદ્વારની સામે ગંદા પાણીનો ભરાવો થવો જોઈએ નહીં. ગંદા પાણીનો ભરાવો થવું એ ખૂબ જ અશુભ હોય છે અને વાસ્તુદોષ પણ એક કારણ બને છે. સાથે જ ગંદા પાણીનો ઘણા પ્રકારના બેકટેરિયા જન્મે છે જે પરિવારના સભ્યોને બીમાર કરે છે. એ જ કારણથી ઘરની સામે ગંદા પાણીનો ભરાવો થાય તો તેને તરત જ નિકાલ કરી દેવો જોઈએ. વાસ્તુ અનુસાર આજ પાણીનો ભરાવો ઘરની પશ્ચિમ દિશાની સામે હોય તો ધનનું નુકસાન થવાની ભય રહે છે.
2. કાંટાવાળા છોડ
કાંટાવાળા છોડ લોકો ઘણીવાર ઘરની શોભા વધારવા માટે લગાવે છે. પરંતુ આવું કરવું અયોગ્ય છે. મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ હોવા એ ઘરમાં ઝઘડા નું નિર્માણ કરે છે. આનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ ઓછો થઈ જાય છે અને દુશ્મનોની સંખ્યામાં પણ વધારો થાય છે. આજ કારણથી ઘરના સામે કાંટાવાળા છોડ રાખવા જોઇએ નહીં. ઘરના મુખ્ય દ્વારની સામે તુલસી અથવા સુગંધિત ફૂલોના છોડ અવશ્ય રાખવો જોઈએ.
3. કચરાપેટી
કચરો નાખવામાં આસાન થાય તે માટે લોકો કચરાપેટી મુખ્ય દરવાજાની સામે રાખી દે છે અથવા તેને ઘરની સામે જ રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આ કષ્ટદાયક હોય છે અને તે ધનની પણ નુકસાન કરે છે. તેથી આવું કરવું જોઈએ નહીં અને કચરાપેટી ને ઉત્તર દિશામાં રાખવી જોઈએ નહીં આ દિશાને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે.