આ સમયે ભોજન કરવાથી મનુષ્ય હમેશા બીમાર જ રહે છે, શું તમે પણ નથી કરતા ને?

Astrology

મિત્રો પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે આપણે ઘણા પ્રકારની એક્સરસાઇઝ અને ઘણા પ્રકારનું ભોજન લઈએ છીએ પરંતુ તમે જાણો છો કે થોડાં નિયમોનું પાલન કરીને આપણે પોતાની જાતની બીમારીથી દૂર રાખી શકીએ છીએ. આપણા સનાતન ધર્મમાં ભોજનથી જોડાયેલાં થોડા નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. જેનું પાલન કરવામાં આવે તો માણસના જીવનમાં કોઈ દિવસ કોઈપણ પ્રકારનો રોગ કે શોક હોતો નથી. આજે અમે તમને ભોજન કરવાના નિયમો વિશે જણાવીશું.

આપણા ધર્મશાસ્ત્રોમાં ભોજનની સાત્વિકતા ને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભોજન શુદ્ધ હોવું જ જોઈએ પરંતુ તેનાથી વધારે શુદ્ધ વાયુ અને જળ નું હોવું અનિવાર્ય છે. જો આ ત્રણે વસ્તુ શુદ્ધ હોય તો વ્યક્તિ દીર્ઘાયુ બને છે. આપણાં ધર્મ શાસ્ત્રો અનુસાર ભોજન બનાવતી વ્યક્તિની રસોઈમાં જતાં પહેલા સ્નાન કરવું જોઈએ અને સૌથી પહેલા ત્રણ રોટલી ગાય, કુતરો અને કાગડા માટે અલગ રાખી દેવી જોઈએ. તેના પછી જ ઘરના વ્યક્તિઓ માટે રોટલી બનાવી જોઈએ. મિત્રો હિંદુ ધર્મ નીચે બેસીને અને પરિવાર સાથે ભોજન કરવાનો નિયમ છે. એવી માન્યતા છે કે તમે જમીન પર બેસીને ભોજન કરો છો તો તેનાથી શરીરમાં સકારાત્મક પ્રભાવ બને છે. આપણું શરીર સીધા પૃથ્વીના સંપર્કમાં આવે છે ત્યારે પૃથ્વીની તરંગો તમારા પગની આંગળીઓ થી પુરા શરીરમાં ફેલાઇ જાય છે.

આ તરંગો ભોજનની સાથે તમારા શરીરને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને ભોજન કરવાથી પરિવારમાં પ્રેમ અને એકતા હંમેશા માટે રહે છે. શાસ્ત્રો મા વાતનો પણ ઉલ્લેખ મળે છે કે વ્યક્તિ જ્યારે ભોજન કરવા બેસે તે પહેલાં તેના પાંચ અંગો બે હાથ, બે પગ અને મોઢા ને સારી રીતે ધોઈ લેવું. તે પછી ભોજન મંત્રનું ઉચ્ચારણ જરૂર કરવું. એવું માનવામાં આવે છે કે મંત્રના ઉચ્ચારણથી ભોજનમાં આવવાવાળી કોઈપણ નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે. મંત્રનો ઉચ્ચારણ કર્યા પછી પોતાના ભોજન નો થોડો હિસ્સો પિતૃઓ માટે રાખી દેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી અને ભોજનના સમયે પિતૃઓને યાદ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે. જેના કારણે આપણે કોઈ દિવસ બીમાર પડતા નથી.

આપણાં ધર્મ શાસ્ત્રો અનુસાર દિવસમાં ફક્ત બે વખત સવારે અને સાંજે જ ભોજન કરવાનો નિયમ છે કારણકે આપણા શરીરની પાચનક્રિયા સૂર્યોદયથી બે કલાક સુધી અને સૂર્યાસ્ત પછી અઢી કલાક સુધી સૌથી સારી રહે છે તેથી તમે રોગમુક્ત રહેવા માંગો છો તો હંમેશા સૂર્યોદયના બે કલાક પછી અને સૂર્યાસ્તના અઢી કલાક પહેલા જ ભોજન કરવું. જે વ્યક્તિ ફક્ત એક જ સમય માટે ભોજન કરે છે તે યોગી અને જે વ્યક્તિ બે સમય માટે ભોજન કરે છે તેને ભોગી કહેવામાં આવે છે. આના સિવાય જે આખો દિવસ કઈ ના કઈ ખાતું રહે છે તે હંમેશા કોઇને કોઇ બીમારીથી અથવા તો મોટાપાથી પીડિત હોય છે. જો તમે પોતાની જાતને સ્વસ્થ અને દીર્ઘાયુ રાખવા માગતા હોય તો આજથી બે સમયે ખાવાનું શરૂ કરી દો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન પૂર્વ અને ઉત્તર દિશાની બાજુએ બેસીને જ કરવું જોઈએ કારણ કે દક્ષિણ દિશા બાજુ કરેલું ભોજન પ્રાપ્ત થાય છે ભૂત ને પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશાની બાજુ મોઢું કરીને ખાધેલું ભોજન કરવાથી શરીરમાં બીમારીઓ થાય છે. તેના સિવાય ખુરશી અથવા તો પલંગ પર બેસીને હાથમાં રાખીને અથવા તૂટેલા વાસણમાં કોઈ દિવસ ભોજન કરવું જોઇએ નહીં. એવી માન્યતા છે કે આવું કરવાથી ભોજન આપણા શરીરને નહિ પરંતુ ભૂત ને મળે છે અને આવું કરવાથી આપણું શરીર રોગોનું ઘર બની જાય છે. ભુજની તારી માં કોઈ દિવસ અધૂરું મૂકવું જોઈએ નહીં કારણકે વધેલા ભોજન ને કચરામાં ફેંકવાથી માતા અન્નપૂર્ણા નું અપમાન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *