મિત્રો, શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રીઓમાં પ્રેમ,ત્યાગ અને તપ જેવી ઘણી બધી ભાવનાઓ હોય છે જેનાથી પુરુષોની તુલના કરવામાં આવે તો તે ઘણી બધી વધારે હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે કોઈપણ સ્ત્રીમાં શરમ અને લજ્જા જીવનના અંત સુધી રહે છે. શરમ એ સ્ત્રીનું ઘરેણું હોય છે. સ્ત્રીના અંદર શરમ પુરુષો કરતાં ચાર ગણી વધારે હોય છે. એટલા માટે જ કોઈપણ સ્ત્રી કોઈ પણ કામ કરતા પહેલા ઘણીવાર વિચાર કરે છે કે તેના પરિવાર પર આ કામની સારી અસર થશે એ ખરાબ.
સ્ત્રીઓની બીજી ભૂખ છે કામવાસના. આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક સ્ત્રીમાં કામવાસના પુરુષો કરતાં ઘણી વધારે હોય છે પરંતુ અસીમ સહનશક્તિ અને સાહસના કારણે સ્ત્રીઓ પોતાના અંદરની આ ઈચ્છા કદી પણ ઉજાગર થવા દેતી નથી. આ વાતનું સમર્થન વિજ્ઞાન પણ કરે છે કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં કામવાસનાની ઈચ્છા વધારે હોય છે સાથે તેના પર નિયંત્રણ રાખવાની ક્ષમતા પણ સ્ત્રીમાં વધારે હોય છે.
આચાર્ય ચાણક્ય કહે છે સ્ત્રીઓમાં ભોજનની ભૂખ પણ પુરુષોની તુલનામાં વધારે હોય છે. પરંતુ સ્ત્રીઓ પોતાની આ ભોજનની ભૂખને પોતાની સહનશક્તિ વડે નિયંત્રણમાં રાખે છે. આપણા સમાજની એવી ધારણા છે કે સ્ત્રીઓમાં પુરુષોની તુલનામાં સાહસ અને બળ ઓછું હોય છે પરંતુ ચાણક્યજી કહે છે કે પુરુષોની અપેક્ષામાં સ્ત્રીઓ છ ગણી વધારે સાહસી હોય છે. સ્ત્રીઓ જો કંઈ કરવાનું વિચારી લે તો તેને કરીને જ જપે છે એટલા માટે પુરાણોમાં પણ સ્ત્રીઓને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓની આ ચાર ભૂખ કદી પણ મટતી નથી. જય શ્રી કૃષ્ણ