માતા પિતાઓને નમ્ર વિનંતી ફક્ત 5 મિનિટનો સમય કાઢીને તમારા બાળકોને આ વાત વાંચી સંભળાવો, બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઈ જાય.

Astrology

મિત્રો, આજના સમયમાં દરેક લોકો એટલા વ્યસ્ત હોય છે કે ઘણીવાર પોતાના બાળકો પાસે બેસીને શાંતિથી વાત કરવાનો પણ સમય હોતો નથી. પરંતુ પોતાના બાળકો પાસે બેસીને આ વાત અવશ્ય કરજો કદાચ આ વાત સાંભળવાથી તેમનું જીવન બદલાઈ જાય. રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમિયાન આ 10 વાતો જણાવી હતી જે આજના બાળકોને નથી શીખવવામાં આવતી.

1.જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો,2. લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી પહેલા તેના માટે પોતાને સાબિત કરો.3 કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે પાંચ આંકડાના પગારનું ના વિચારો એક રાતમાં કોઈ વાઇસ પ્રેસિડન્ટ નહીં બની શકે તેના માટે સખત મહેનત કરવી પડે.4 અત્યારે તમને તમારા શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમકે બોસ નામના પ્રાણીનો તમને પરિચય નથી થયો.

5. તમારી ભૂલ હાર વગેરે ફક્ત ને ફક્ત તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો.6 તમને અત્યારે જેટલા નીરસ અને કંટાળાજનક તમારા માતા-પિતા લાગે છે એટલા તે તમારા જન્મ પહેલાં ન હતા, તમારું પાલન પોષણ કરવામાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યુ કે તેમનો સ્વભાવ બદલાઈ ગયો.7 કોન્સોલેશન પ્રાઈઝ ફક્ત શાળાઓમાં જ જોવા મળશે બહારની દુનિયામાં હારવા વાળાને મોકો નથી મળતો.8 જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતાં અને ત્યાં મહિનાનું વેકેશન પણ નહીં મળે, ત્યાં તમને કોઈ શીખવાડવા વાળું પણ નહીં હોય, જે કઈ કરવાનું હશે તે જાતે જ કરવું પડશે.

9. ટીવીમાં દર્શાવતું જીવન સાચું નથી હોતું અને જીવન ટીવીની સીરિયલ નથી. જીવનમાં આરામ નથી હોતો ત્યાં ફક્ત કામ,કામ અને કામ જ હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે લક્ઝરી ક્લાસ ની કાર જેમકે જેગવાર, ઓડી ફરારી જેવી કાર ની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી? મોબાઈલ કારણ કે તે કાર બનાવતી કંપનીઓને ખબર છે કે આવી કાર લેનાર વ્યક્તિ પાસે ટીવી સામે બેસવાનો ફાલતુ સમય નથી હોતો.10 સતત ભણતા અને સખત મહેનત કરતાં પોતાના મિત્રોની મશ્કરી ન કરો, એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *