દહેજ લેવું પાપ છે કે પુણ્ય?

Astrology

મિત્રો દહેજ લેવો અને દહેજ આપો એ કાનૂની અપરાધ છે પરંતુ આજે પણ છોકરો શું નોકરી કરે છે, મહિના નું કેટલું કમાય છે તે હિસાબથી તેનો રેટ નક્કી કરવામાં આવે છે. એક બાજુ છોકરા દહેજ લેવો તે પોતાનો હક સમજે છે તેમ બીજી તરફ છોકરીઓ વાળા દહેજ આપવું એ તેમનું કર્તવ્ય સમજે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે હિંદુ ધર્મમા દહેજને પાપ માનવામાં આવે છે. સાથે જ દહેજ આપવાવાળા અને દરેક લેવાવાળા બંનેને પાપી ગણવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે દહેજ એ પાપ છે કે પુણ્ય?

અમે તમને એક ઉદાહરણ સાથે સમજાવીશું. એક છોકરી હતી જેનું નામ હતું પંખુડી. તે ઘણા મહિનાથી વિવાહ ના સપના જોઈ રહી હતી અને જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે પંખુડી દુલ્હન બની તેની જાન આવવાની રાહ જોવા લાગી. તે થોડી ખુશ હતી અને થોડી દુઃખી પણ કારણ કે થોડા કલાકોમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને તે પોતાના ઘરથી વિદાય થઈ જશે પરંતુ મિત્રો પંખુડી ની આ રાહ કોઈ દિવસ ખતમ થઈ નહીં કારણ કે જાન ઘર આગણે સુધી આવી જ નહિ. પંખુડી ની સાસુ ને એવી ઈચ્છા હતી કે તેમના છોકરાને દહેજ માં એક ગાડી, દસ લાખ રૂપિયા કેશ આપે. જ્યારે પંખુડી ના પિતા એટલા અમીર ન હતા તેમ છતાં તેમને પોતાના જમાઈ માટે એક બાઈક લીધું. તેના કારણે પંખુડી ના લગ્ન થયા નહીં.

આપણા ધર્મશાસ્ત્રમાં દહેજ લેવું કે કોઇની મજબૂરી નો ફાયદો ઉઠાવો તે એક પાપ માનવામાં આવે છે. આપણા વેદોમાં સોળ સંસ્કારોનો ઉલ્લેખ મળે છે અને વિવાહ સંસ્કાર પણ તે સોળ સંસ્કારોનું એક છે. આ સંસ્કાર પછી કોઈ વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે પરંતુ મિત્રો આજે આ સંસ્કારને લોકોએ ધન કમાવવા માટે નો રસ્તો બનાવી દીધો છે.

ગરુડ પુરાણ અનુસાર જે લોકો બીજાને પૈસા લુટે છે એટલે કે દહેજ ના નામ પર વહુ પક્ષ તરફથી વધારે પૈસા લે છે અને ધન ન મળવા પર વિવાહ નહી કરવાની ધમકી આપે છે આવા લોકોના મૃત્યુ પછી તમીસમ નામ ના નરકમાં જવું પડે છે. જ્યાં તેમને યમદૂત બાંધીને કોડા મારે છે કોડા મારતા સમયે જો તે બેહોશ થઈ જાય તું તેના હોશ મા આવ્યા પછી ફરીથી મારવામાં આવે છે. મિત્રો તમે ઘણીવાર એવા છોકરાઓ ને જોયા હશે જે દહેજ વિના છોકરી સાથે લગ્ન કરી દે છે પરંતુ વિવાહ પછી છોકરીને દહેજ માટે પ્રતાડિત કરે છે, તેમને મારે છે, ભૂખી રાખે છે અને જુદીજુદી યાતનાઓ આપે છે.

ગરુડ પુરાણ અનુસાર આવું કરવા વાળો પતિને મરવા પછી અંતઃવસ્ત્ર નામના નરકમાં રાખવામાં આવી છે. આ નરક એ પતિ ઓ અને પત્નીઓને સજા આપે છે જે પતિ કે પત્ની ત્યાં સુધી સાથે રહે છે જ્યાં સુધી તેમની પાસે ધન હોય. ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવે છે કે જે લોકો બીજા ના ધન પર નજર રાખે છે અને દહેજના નામ પર બીજા ને લૂંટે છે તે પાપ ના ભાગીદાર બને છે. અને આ પાપીઓ ને મૃત્યુ પછી સાપો થી ભરેલા એક કૂવામાં ધકેલી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *