વહેલી સવારે બિલાડીનું દેખાઈ જવું, તમારા ભાગ્ય પર આ રીતે કરે છે અસર.

Astrology

મિત્રો, આપણે સૌ આપણા જીવનમાં બિલાડીને અલગ અલગ રીતે જોઇએ છીએ. ઘણીવાર આપણે ક્યાં જતા હોઈએ તો બિલાડી રસ્તામાં આડી ઉતરે છે તો ઘણીવાર આપણા ઘરે આવીને બિલાડી મિયાઉ મિયાઉ પણ કરે છે. ઘણીવાર સપનામાં પણ બિલાડી આવે છે. ઘણી માન્યતાઓ અનુસાર બિલાડીની આ હરકતોનું આપણી જીવન સાથે ક્યાંકને ક્યાંક સંબંધ હોય છે.

કહેવાય છે કે બિલાડીને જીવનમાં આવવા વાળી શુભ કે અશુભ ઘટનાઓનો સંકેત સૌથી પહેલાં મળી જાય છે. અને ત્યારબાદ આ બિલાડી આપણને અલગ અલગ રીતે સંકેતો આપે છે. બિલાડી જો વહેલી સવારે જોવા મળે તો તે ઘણા બધા સંકેતોનો નિર્દેશ કરે છે. વહેલી સવારે જો બિલાડી જોવા મળી જાય તો તે શુભ પણ કહેવાય છે અને અશુભ પણ કહેવાય છે.

જો વહેલી સવારે કાળી બિલાડી જોવામાં આવી જાય તો તે માણસ માટે પરેશાનીઓનો સંકેત હોય છે. તો એ વખતે જ આપણે ભગવાનને પ્રાર્થના કરી લેવી જોઈએ કે હે ભગવાન મારી આવવાવાળી તમામ સમસ્યાઓને દૂર કરજો. વહેલી સવારે જો ભૂરી બિલાડી તમને ઘરે કે રસ્તામાં ક્યાંક જોવા મળી જાય તો તેનો મતલબ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના છે. અમે તમારું કોઇ અટવાયેલું કામ પણ પૂરું થઈ જશે.

જ્યારે કોઈ બિલાડી તમે ક્યાં જતા હોય અને રસ્તામાં આડી ઉતરે છે ત્યારે તમારે તે જગ્યાએ થોડીક વાર માટે બેસી જવું જોઈએ. આ બાબત કોઇ અનહોની હોવાનો સંકેત કરે છે. તમે જે કાર્ય માટે જોઈ રહ્યા હોય તે કાર્ય કદાચ પૂરું ન થાય. બિલાડીનું આડુ ઊતરવું એ આવા સમયમાં કોઈ પરેશાની આવવાનો સંકેત પણ માનવામાં આવે છે. જો તમારા ઘરે આવીને તમને બિલાડી રડતી જોવા મળે તો તે ઘર પર નકારાત્મક શક્તિઓ હોવાનો સંકેત દર્શાવે છે. બિલાડી મનુષ્ય કરતાં નકારાત્મક શક્તિઓને વધુ સારી રીતે ઓળખી શકે છે. એટલે બિલાડીનું દેખાવું એ ઘણીવાર શુભ પણ હોઈ શકે છે અને ઘણીવાર અશુભ પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *