ખૂબ જ ઈર્ષાળુ સ્વભાવની હોય છે આ 3 નામ વાળી સ્ત્રીઓ

Astrology

મિત્રો, કહેવાય છે કે સ્ત્રીઓમાં ઈર્ષા વધુ ભરેલી હોય છે. સ્ત્રીઓ માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી સ્ત્રીઓમાં ઈર્ષા કરવાનો મોટો અવગુણ હોય છે. ઈર્ષા કરવાથી હંમેશા પોતાનું જ નુકસાન થતું હોય છે. જીવનમાં કદી પણ કોઈના પર ઈર્ષા કરવી જોઈએ નહીં. આમ તો દરેક સ્ત્રીઓમાં ઈર્ષાનો ગુણ ઓછા વધતા પ્રમાણમાં રહેલો જ હોય છે પરંતુ આજે આપણે એવા ત્રણ નામવાળી સ્ત્રીઓ વિશે જાણીશું જેમનામાં ઈર્ષા કરવાની ટેવ થોડી વધારે હોય છે.

S નામવાળી સ્ત્રીઓ
આ સ્ત્રીઓ સ્વભાવની ખૂબ જ શાંત હોય છે તથા દરેક કામમાં હોશિયાર પણ હોય છે પરંતુ કોઈ તેમનાથી સારું કામ કરી જાય તે સહન કરી શકતી નથી. આ નામવાળી સ્ત્રીઓ હંમેશા પોતાની સૌથી આગળ રાખવા માંગે છે. કોઈ તેમનાથી આગળ નીકળી જાય તે તેમને પસંદ હોતું નથી. જો કોઈ તેમનાથી આગળ નીકળી જાય તો તે વધારે મહેનત કરીને તેનાથી આગળ નીકળવાનો પ્રયત્ન કરે છે. તેમનો ઈર્ષા કરવાનો આ ગુણ ઘણીવાર તેમને ફાયદો પણ કરાવે છે.

A નામ વાળી સ્ત્રીઓ
જે સ્ત્રીઓનું નામ A અક્ષરથી શરૂ થતું હોય તેવી સ્ત્રીઓ સ્વમાની હોય છે. મગજ પણ તેમનું કોમ્પ્યુટર જેટલું તેજ હોય છે પરંતુ તેમની આગળ કોઈ અન્યના વખાણ થાય તે આ નામવાળી સ્ત્રીઓ સહન કરી શકતી નથી. તેમની ઈચ્છા હોય છે કે દરેક જગ્યાએ તેમનો જ ડંકો વાગે. ઘણીવાર તો તેઓ બીજા કોઈની વાત પણ સાંભળવા તૈયાર હોતી નથી. આ નામવાળી સ્ત્રીઓ એવું માને છે કે તેમનું કહેલું બધું જ સાચું હોય છે.

K નામ વાળી સ્ત્રીઓ
આ નામ વાળી સ્ત્રીઓ થોડી જીદ્દી સ્વભાવની હોય છે. તેઓ પોતાની જીદ પર અડીખમ ઉભી રહે છે. તે પોતાની જીદ ના કારણે જીવનમાં ઘણી સફળતાઓ પણ મેળવે છે પરંતુ ઘણીવાર તેમને ઘણું નુકસાન પણ સહન કરવું પડે છે. જીવનમાં તેમને અસફળતા પસંદ નથી હોતી અને તેમને પાછળ છોડીને બીજું કોઈ સફળ થાય તે પણ તેમને સહન થતું નથી. પોતાની સામે કોઈ અન્ય સ્ત્રીના વખાણ કરે તે તેમને જરા પણ પસંદ હોતું નથી. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *