વ્યાસ મુનિએ કીડાને કહ્યું હતું, પાપી મનુષ્ય આ કારણે સુખી રહે છે.

Astrology

મિત્રો, વ્યાસ મુનિ એકવાર ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક કીડો મળ્યો. વ્યાસ મુનિએ કીડાની ભાષામાં તેણે પૂછ્યું કેમ ભાઈ તું કેમ આટલી ઝડપથી દોડી રહ્યો છે? કીડાએ કહ્યું, હે મુની હું એટલા માટે ભાગી રહ્યો છું એ એક મોટી બળદગાડી આ તરફ આવી રહી છે ક્યાંક તે મને કુછડી દેશે. હું મારા પ્રાણ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. વ્યાસ મુનિએ કહ્યું કે ભાઈ તું તો ત્રિયક યોનિમાં છે તારા માટે તો મરી જવું જ યોગ્ય છે. તને આ શરીર છોડવાનો આટલો ડર કેમ છે.

કીડાએ કહ્યું કે હે મહર્ષિ મને મૃત્યુનો ડર નથી પરંતુ મને ભય એ વાતનો છે કે મારાથી પણ ખરાબ ઘણી બધી યોનિઓ છે હું ક્યાંક મૃત્યુ પામીને તે યોનીમાં જન્મ લઉ તેનો મને ડર છે. વ્યાસજીએ કહ્યું કે જ્યાં સુધી તમે મનુષ્ય અવતાર ન મળે ત્યાં સુધી હું તને તમામ યોનીઓ માંથી છુટકારો આપતો રહીશ. વ્યાસ મુનિના સમજાવ્યા બાદ તે કીડો રસ્તા પર આવી ગયો અને બળદગાડા નીચે આવીને મૃત્યુ પામ્યો. મૃત્યુ બાદ તેનો બીજો જનમ કાગડા રૂપે થયો. કાગડા બાદ તેને શિયાળ યોનિમાં જન્મ મળ્યો.

જ્યાં તેને જન્મ લીધો વ્યાસ મુનિએ તેને આગલા જનમનુ સ્મરણ કરાવ્યું. ત્યારબાદ તે જીવ કોઈવાર હરણ કોઈવાર પક્ષીના રૂપમાં જન્મતો રહ્યો. વ્યાસ મુનિ તેનો ઉદ્ધાર કરતા રહ્યા. ત્યારબાદ તેને બ્રાહ્મણનો અવતાર મળ્યો. વ્યાસ મુનિએ તેને પોતાનો શિષ્ય બનાવી લીધો. પાંચ વર્ષના તે બાળકને નંદભદ્રએ પ્રશ્ન પૂછ્યો કે પાપી માણસો કેમ સુખી રહે છે. ક્યારે વ્યાસ મુનિના શિષ્ય એવા આ બાળકે તેમને જવાબ આપ્યો કે જેમણે પૂર્વજન્મમાં ઉદાર ભાવથી દાન કર્યું છે તેવા વ્યક્તિઓને આ જન્મમાં તે દાનનું ફળ પ્રાપ્ત થયું હોય છે. આવા લોકો પોતાના પુણ્યનું ફળ ભોગવીને આ જન્મમાં કરેલા પાપોના કારણે નરકમાં જ જાય છે.

આ સંસારમાં ચાર પ્રકારના મનુષ્યનો જન્મ થાય છે. પહેલા એ મનુષ્ય જેમના માટે આ દુનિયામાં સુખ છે પરંતુ પરલોકમાં નથી. બીજા એવા મનુષ્યો છે જેમને પરલોકમાં સુખ મળે છે પરંતુ આ દુનિયામાં મળતું નથી. ત્રીજા એવા પ્રકારના મનુષ્યો હોય છે જે આ લોકમાં પણ સુખી રહે છે અને પરલોકમાં પણ સુખી રહે છે. ચોથાએ પ્રકારના માણસો હોય છે જેમને આ લોકમાં પણ સુખ નથી કે પરલોકમાં પણ સુખ નથી. જે લોકો પાછલા જન્મના પુણ્ય કર્મોથી આ લોકમાં સુખી રહે છે અને આ જન્મમાં પુણ્ય કરી શકતા નથી તેમના માટે સુખ ફક્ત આ લોકમાં જ રહે છે તેમણે પરલોકમાં સુખ નથી મળતું.

બીજા પ્રકારના લોકોમાં પૂર્વ જન્મના પુણ્ય નથી હોતા પરંતુ આ જન્મમાં પુણ્ય કર્મ કરે છે. આવા લોકોને આ લોકમાં ભલે સુખ ન મળે પરલોકમાં આવા વ્યક્તિઓ સુખી રહે છે. ત્રીજા પ્રકારના લોકો પાછલા જન્મના પુણ્ય થી આ જન્મમાં સુખી રહે છે અને આ જન્મમાં નવા પુણ્ય કરે છે જેથી પરલોકમાં પણ તે સુખી રહે છે. આવા મનુષ્ય બહુ જ ઓછા હોય છે. ચોથા પ્રકારના મનુષ્યો જેમણે પૂર્વ જન્મમાં પણ કોઈ પુણ્ય નથી કર્યા હતા અને આ જન્મમાં પણ કોઈ પુણ્ય ન કર્યા હોય તેઓ આ લોક અને પરલોકમાં દુઃખી જ રહે છે. આ રીતે નંદભદ્રને તેના પ્રશ્નનો જવાબ મળી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *