શું પતિ પત્ની સાત જન્મોથી જોડાયેલા હોય છે?

Astrology

મિત્રો તમે જાણો છો કે પતિ પત્નીનો સંબંધ પાછળના જન્મમાં પણ કોઈને કોઈ સંબંધ હોય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર વિવાહ પતિ-પત્ની વચ્ચેનું એવો સંબંધ હોય છે જે ને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકાતું નથી. વિવાહ એ બંધન છે જેમાં અગ્નિના સાત ફેરા લઈને અને ધ્રુવના તારાની સાક્ષી માનીને બે તન મન અને આત્મા એક પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે.

હિન્દુ ધર્મમાં 8 પ્રકારના વિવાહ વિશે કહેવામાં આવી છે જેમાં બ્રહ્મ વિવાહ ને સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે બ્રહ્મ વિવાહ સંપન્ન થયેલા વિવાહમાં પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, પોતાનાપણું, સલમાન અને સંબંધ ના મહત્વ વિશે સમજાવવામાં આવે છે. પરિવારને પૂર્ણ સંમતિથી કરવામાં આવેલા બ્રહ્મ વિવાહમા બંને પતિ-પત્ની એકબીજાનું સન્માન રાખીને પરસ્પર પ્રેમ પુર્વક જીવન જીવવાનું વચન આપે છે. સાથ ફેરા વખતે લેવામાં આવેલા વચન ને દરેક વખતે યાદ રાખીને તે પોતાના કુળ અને ખાનદાન ના સન્માનનું પણ ધ્યાન રાખે છે.

તેરા સમય લેવામાં આવેલા સાત વચન ખૂબ જ મહત્વ છે. વિવાહ ના સાત વજનમાં 4 વચનનો છોકરાના અને ૩ વચનો છોકરી ના હોય છે. સાત વચન ના કારણે તે બંને એકબીજા માટે પ્રેમ આસક્તિ અનુરાગ થી ભરાઈ જાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે તેમનો આ જન્મમાં તો શું આગલા જન્મોમાં પણ અલગ થવું સંભવ નથી.
જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકબીજાને બેપનાહ પ્રેમ કરે છે તો અવશ્ય આ પ્રેમ આગલા જન્મમાં કોઈને કોઈ રીતે તેમને એક કરી દે છે. જ્યારે બે લોકોમાં પ્રેમ અને સ્નેહ થઈ જાય છે ત્યારે તે હંમેશા માટે એક થઈ જાય છે.

તમે જોયું હશે કે કોઈ સ્ત્રી કે પુરુષની પહેલીવાર જોવાથી તમારા મનમાં એક અજીબ પ્રકારનો આકર્ષણ પેદા થાય છે તું ઘણી વાર કોઈને જોવાથી તેના પ્રત્યે નફરત થઈ જાય છે તેનું કારણ પણ આપણા ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવી છે. આપણું અચેતન મન આપણે આગલા પાછલા જન્મનું બધી સ્મૃતિને સંચીત કરે છે. જ્યારે આપણે કોઈ એવા વ્યક્તિને મળીએ છીએ જે આપણા પાછલા જન્મનું સાથી હતો તો આપણે તેના સંપર્કમાં આવવાથી તેના મન સાથે જોડાઈ જઈએ છીએ. તેના કારણે આપણે એકબીજા પ્રત્યે પ્રેમ અને સમર્પણના ભાવ થી ભરાઈ જઈએ છીએ. આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે દયા, પ્રેમ અને કરુણા અને તેની સાથે વાત કરવા ના ભાવ ઊપજે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *