ચાર પ્રકારના પુત્ર દુઃખોનું કારણ હોય છે.

Astrology

મિત્રો, હિંદુ શાસ્ત્રોમાં કહેલી દરેક વાત જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. શાસ્ત્રોમાં તમારા પુત્ર અને પુત્રી બંનેના રહસ્યોને ખૂબ જ સારી રીતે સમજાવ્યા છે. શાસ્ત્રો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણા સંતાન આપણને સુખ આપશે કે દુઃખ. શાસ્ત્રોમાં ચાર પ્રકારના પુત્ર વિશે વાત કરવામાં આવી છે. પહેલા નંબરમાં છે ઋણબંધ પુત્ર. જો તમે પાછલા જન્મમાં કોઈ વ્યક્તિના પૈસા ઉધાર લીધા હોય અને તમે તેના પૈસા તે જન્મમાં ચૂકવી શક્યા ન હોય તો તેવા લોકો તમારા જીવનમાં તમારા પુત્ર બનીને આવે છે. જ્યારે આવા ઋણબંધ પુત્રનો જન્મ તમારા ઘરમાં થાય છે તેવા પુત્રો તમારા ઘરના ધનની હાનિ કરે છે. તે તમારા ધનનું નુકસાન ત્યાં સુધી કરતા રહેશે જ્યાં સુધી પાછલા જન્મનું દેવું પૂરું ન થઈ જાય.

બીજા નંબરમાં છે શત્રુપુત્ર. નામ પરથી જ ખબર પડી જાય છે કે શત્રુ એટલે કે તમારો દુશ્મન. જો તમે પાછલા જન્મમાં કોઈપણ વ્યક્તિને સતાવ્યો હોય અને તે વ્યક્તિ તમારી સાથે બદલો લેવાના કારણે તડપી તડપીને મરી ગયો હોય આવો વ્યક્તિ તમારા ઘરમાં તમારો પુત્ર બનીને જન્મ લે છે. જ્યારે કોઈ શત્રુ પુત્ર નો જન્મ તમારા ઘરમાં થાય છે ત્યારે તમારા ઘરમાં તકલીફો વધી જાય છે કારણ કે આવા પુત્રો મા-બાપને ખૂબ જ દુઃખ અને તકલીફો આપે છે. કારણ કે જ્યાં સુધી તેનો પાછલા જન્મનો બદલો પૂરો ન થઈ જાય ત્યાં સુધી તે તમને દુઃખ આપશે.

ત્રીજા નંબરમાં છે ઉદાસીન પુત્ર. આવા પુત્રનું હોવું કે ન હોવું કોઈ જ ફર્ક પડતો નથી. આવા પુત્ર જે ઘરમાં પણ જન્મ લે છે તે ઘરમાં તેના માતા પિતાની કોઈપણ અપેક્ષાઓ પૂરી થતી નથી કારણ કે આવા પુત્ર મા-બાપને સુખ પણ આપતા નથી કે દુઃખ પણ આપતા નથી. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિના ઘરમાં ઉદાસીન પુત્રનો જન્મ થાય છે તેવો પુત્ર લગ્ન કર્યા પછી પોતાના મા બાપથી અલગ થઈ જાય છે કારણ કે આવા પુત્રને માતા પિતા સાથે કોઈ ખાસ લગાવ નથી હોતો.

ચોથા નંબરમાં છે સેવક પુત્ર. સેવક પુત્ર સૌથી સારો હોય છે કારણ કે તે પોતાના માતા પિતાની આજીવન સેવા કરે છે. જો તમે પાછલા જન્મમાં કોઈપણ વ્યક્તિની કોઈપણ જાતની લાલચ વગર સેવા કરી હશે તો તેવા વ્યક્તિ તમારી સેવાથી ખુશ થઈને તમારા ઘરમાં તમારા પુત્ર બનીને જન્મ લે છે અને તમારી સેવા કરીને તેના પાછલા જન્મના ઋણને ચૂકવવા માગે છે. આવા પુત્ર કોઈપણ જાતના લોભ લાલચ વગર માતા-પિતાની સેવા કરે છે અને આજીવન તેમના માતા પિતાને સુખી રાખે છે એટલા માટે કહેવાય છે કે માણસે હંમેશા સારા કર્મ કરવા જોઈએ. અને કોઈપણ જાતના લોભ લાલચ વગર સેવા કરવી જોઈએ કારણ કે આપણને આપણા પુણ્ય કર્મોનું ફળ અવશ્ય મળે છે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પરંતુ મળે છે ખરું. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *