મિત્રો પતિ-પત્નીનો સંબંધ એક એવો સંબંધ છે જેમાં દંપતી વચ્ચે કોઈ રાજ હોતો નથી. બંને તેમના જીવનમાં થઈ રહેલા સુખ દુખ, પીડા, ઉલ્લાસ એકબીજાને શેર કરે છે પરંતુ પતિ-પત્ની વચ્ચે થોડી વાતો હોય છે જે પતિએ તેની પત્નીને કરવી જોઈએ નહીં. આજે અમે તમને તે વિશે જણાવીશું.
આ બધી વાતો આચાર્ય ચાણક્યે તેમના ગ્રંથ નીતિશાસ્ત્ર માં કરી છે. જેમાં એમને મનુષ્ય જીવન સાથે જોડાયેલા વ્યવહારિક જ્ઞાન અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ નીતિશાસ્ત્ર મા ધન, સફળતા, વિવાહ, મિત્રતા, દુશ્મની અને વેપાર વગેરે સંબંધિત સમસ્યાઓનો ઉપાય બતાવ્યો છે. ચાણક્ય અનુસાર થોડી એવી વાતો છે જે પત્નીને કરવી જોઈએ નહીં.
કમજોરી
ચાણક્યનીતિ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પતિએ તેની પત્નીને કોઈપણ કમજોરી વિશે વાત કરવી જોઈએ નહીં. આચાર્ય ચાણક્ય અનુસાર જો પત્નીને તેના પતિ ની કમજોરી વિષે ખબર પડી જાય તો તે વાતે વાતે તેને લઈને જ બોલશે અને તેની જીદને મનાવી લેશે. તેથી કહેવામાં આવે છે કે પુરુષોએ તેમની કમજોરી તેની પત્નીથી છુપાવીને રાખવી જોઈએ.
અપમાન
નીતિ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે પુરુષો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કોઈ દિવસ કોઈ તમારું અપમાન કર્યું હોય તો તેના વિશે ભૂલથી પણ તમારી પત્નીને કહેવું જોઈએ નહીં કારણ કે પત્ની વિશે એવું માનવામાં આવે છે કે આગળ જઈને જીવનમાં કોઈ પણ વાતે પતિ સાથે ઝઘડો થઈ જાય તો તે પતિને તે અપમાનની વાત યાદ દેવડાવી ને પોતાના પતિને આડું બોલી શકે છે.
દાન
ચાણક્ય દ્વારા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે દાન કરો તો એટલું ગુપ્ત હોવું જોઈએ ડાબા હાથે કરો તો જમણા હાથને ખબર પણ ન પડવી જોઈએ. તેવી જ રીતે તમે જો દાન કરવું અથવા તો કોઈ ની આર્થિક મદદ કરો તો તેના વિશે પણ તમારે તમારી પત્નીને કહેવું જોઈએ નહીં કારણ કે એવું બની શકે છે કે ભવિષ્યમાં તમને કે દાન કરતા રોકી શકે છે.
કમાણી
આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈપણ પતિએ તેની પત્ની પોતાની કમાણી વિશે કહેવું જોઈએ નહીં. તેમનું માનવું હતું કે જો મહિલાઓને તેમના પતિની કમાણી વિષે ખબર પડી જાય તો તેમની ખર્ચ કરવા પર અટકાવી શકે છે.