મિત્રો, સ્ત્રીઓના ઘણા કામ ઘર પરિવારને બરબાદ કરી દે છે અને જે ઘરમાં સ્ત્રીઓ આવા કામ કરતી હોય ત્યાં માતા લક્ષ્મી પગ પણ મૂકતા નથી. હિન્દુ ધર્મમાં ઘરની વહુ દીકરીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. સ્ત્રી ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે. પત્નીના રૂપમાં એક સ્ત્રી પતિના દરેક કામમાં સાથ નિભાવે છે. તમે પણ એક કહેવત સાંભળી હશે કે કોઈપણ સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ઘરની સ્ત્રીઓના કેટલાક કામ ઘરમાં ગરીબી લઈને આવે છે. ઘરની સ્ત્રીઓના આવા કામ અને આદતોના કારણે તમારી કિસ્મત બગડી શકે છે.
જે ઘરની સ્ત્રીઓ સાવરણીને પગ વડે ઠોકર મારે છે ત્યાં કદી પણ માતા લક્ષ્મી વાસ નથી કરતી. આવા ઘરમાં હંમેશા ગરીબી રહે છે. જો તમારા ઘરની સ્ત્રીઓની એવી ટેવ હોય કે તે તવો અને કડાઈ ગેસ પર રાખીને જ સુઈ જાય છે તો તમારા ઘરમાં માતા લક્ષ્મી કદી પણ નહીં આવે. આવી ટેવ ગરીબી અને દુઃખનું કારણ બને છે. યે ઘરની સ્ત્રીઓ ઘરનો દરવાજો પગ વડે ઠોકર મારીને ખોલે છે ત્યાંથી પણ ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે. જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો તેને તરત જ રોકી દો. તમારા ઘરની કોઈ સ્ત્રી ઘરના ઉંબરા પર બેસીને ભોજન કરતી હોય તો તેને તરત જ અટકાવી દેજો કારણકે તે પણ ઘરની બરબાદીનું મુખ્ય કારણ હોય છે.
ઘરની સ્ત્રીઓ જો રાત્રે રસોડામાં એંઠા વાસણો રાખીને સૂઈ જાય છે તો તે ગરીબીને આમંત્રણ આપવા જેવું છે. ઘરમાં સુખ સમૃદ્ધિ રાખવા માટે અઠવાડિયામાં એક વાર ઘરમાં મીઠા વડે પોતું કરવું જોઈએ. જય ગણેશ સ્ત્રીઓ વહેલી સવારે કચરો વાળવાની જગ્યાએ રાત્રે કચરો વાળે છે તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવે છે. જો કોઈ ઘરની સ્ત્રીઓને મોડી સુધી ઊંઘવાની ટેવ હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ હોય છે. મોડે સુધી ઊંઘવા વાળી સ્ત્રીઓ પોતાના પતિની અસફળતાનું કારણ બને છે. ઘરની સ્ત્રીઓએ પોતાના પરિવાર માટે આ કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ