મિત્રો, આજે આપણે તમારા નામ વિશે કેટલીક રહસ્યમય વાતો જાણીશું જે તમારું નામ હોવા છતાં તમને પોતાને ખબર નથી. જ્યોતિષ વિજ્ઞાન કહે છે કે તમારા નામના પહેલા અક્ષરનો તમારા જીવન ઉપર ખૂબ જ પ્રભાવ હોય છે. નામનો પહેલો અક્ષર જ તમારો સ્વભાવ અને તમારા ભાગ્ય વિશેની માહિતી ઉજાગર કરે છે.A નામવાળા લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેમને ગોળ ગોળ વાતો કરવી બિલકુલ પસંદ નથી હોતી. પ્રેમની બાબતમાં આ લોકો થોડા સંકોચી હોય છે. આ નામવાળા લોકો થોડા આળસુ પણ હોય છે.
P અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો સાચા અને ઈમાનદાર હોય છે. આ લોકો પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહે છે અને જિંદગીમાં કંઈક મેળવવાની તેમને ઈચ્છા નથી હોતી. ભાગ્ય હંમેશા તેમનું સાથ આપે છે અને માગ્યા વગર જ બધું મળી જાય છે.
M અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ખૂબ જ ચાર્મિંગ એટલે કે આકર્ષક હોય છે. આ લોકો સપના ની દુનિયામાં જીવવાનું વધુ પસંદ કરે છે. આ નામ વાળા લોકો બધા સાથે પ્રેમથી રહે છે પરંતુ પરિવાર માટે પોતાનો જીવ પણ આપી શકે છે. પત્ની સાથે ખૂબ જ વફાદારી થી સંબંધ નિભાવે છે.
T અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો જિદ્દી સ્વભાવના હોય છે. કારણ વગર વ્યર્થ ચિંતા કરે છે. પોતાના પરિવારથી ખૂબ જ પ્રેમ કરે છે. ખર્ચ કરતા પહેલા વધારે વિચારતા નથી. આ લોકો સૌથી સારા અને આકર્ષક હોય છે. તેમને એવો જીવનસાથી જોઈએ છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે.
K અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ખૂબ જ સારા ભાગ્ય વાળા હોય છે. તેમનો ચહેરો હંમેશા ખિલખિલાટ હસતો હોય છે. તેમના વ્યક્તિત્વમાં ગજબનું આકર્ષણ હોય છે. દોસ્ત હોય કે દુશ્મન બધાને મદદ કરે છે. તેમના ભોળા સ્વભાવના કારણે બીજા લોકોનું વિશ્વાસ ઝડપથી જીતી લે છે.
S અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ખૂબ જ મહેનતી હોય છે. પોતાની વ્યક્તિગત વાતો બીજા લોકો સાથે શેર નથી કરતા. તેમની વાતચીત કરવાની રીત ખૂબ જ અલગ હોય છે. આ નામવાળા લોકો અકડું સ્વભાવના હોય છે. હંમેશા સમજી વિચારીને જ પગલું ભરે છે. પ્રેમની બાબતમાં પણ ખૂબ જ ગંભીર હોય છે.
R અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો પોતાના પરિવારને સૌથી પહેલા મહત્વ આપે છે. ભણવામાં તેમને રસ ઓછો હોય છે. લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે. લગ્નજીવનમાં તેમને જીવનમાં થોડી સમસ્યાઓ રહે છે.
N અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો બીજા લોકોનું દિલ જીતવામાં માહિર હોય છે. તે દરેક બાબતમાં ખૂબ જ હોશિયાર હોય છે. દોસ્તો માટે સમય કાઢવો તેમને સારી રીતે આવડે છે. તેઓ પાછું વળીને જોવાનું પસંદ નથી કરતા.
G અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો આરામ કરવાનું વધુ પસંદ કરે છે. દિલથી ખૂબ જ સાફ હોય છે. હંમેશા તેમના મનનું ધાર્યું કામ જ કરવાનું પસંદ કરે છે. આ નામવાળા લોકો પોતાના પ્રેમ નો ઈજહાર કદી નથી કરતા. પોતાના મનની વાત પણ બીજા લોકો સાથે કરવાનું પસંદ નથી કરતા.
Y અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો માં અભિમાન વધારે હોય છે. આ નામવાળા લોકો પોતાના વિશે મોટી મોટી વાતો કરવામાં પાછા નથી પડતા. તેમનું ભાગ્ય ખૂબ જ સારું હોય છે. લોકોમાં ઝડપથી ભળી જાય છે. આ નામવાળા લોકો વાતોડિયા સ્વભાવના હોય છે.
V અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે. આ લોકો ખુશ મિજાજ રહે છે પણ મહેનત કરવામાં થોડા પાછા પડે છે. પોતાની મનની વાત સરળતાથી કોઈને કહેતા નથી. પોતાના દિલમાં ઘણી બધી વાતો છુપાવીને રાખે છે. તમારા નામ સાથે તમારા નામની વિશેષતાઓ ફીટ બેસે છે કે નહીં તે અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ