કળિયુગમાં આ થશે, પત્નીની સજા પતિને મળશે અને પતિની સજા પત્ની ભોગવશે, શ્રી કૃષ્ણ વાણી

Astrology

મિત્રો, કળિયુગનું ચલણ ઊંધું હોય છે. જો કોઈ પુરુષ સત્યવાદી હોય અને તેની અર્ધાંગિની અર્થાત તેની પત્ની બીજાના ધનને જોઈને લલચાય છે, બીજા લોકો પર ઈર્ષા ભાવ રાખે છે તો જે સજા તે સ્ત્રીને મળવી જોઈએ તે સત્યવાદી પુરુષને ભોગવવી પડશે. આપ સ્ત્રી કરશે પરંતુ તેને ભોગવશે તેનો પતિ. મનુસ્મૃતિ પુરાણ અને વિષ્ણુ પુરાણ તથા હરિવંશ પુરાણ આનુ વર્ણન કરે છે કે કળયુગમાં જો કોઈ સ્ત્રી સત્યવતી છે અને તેનો પતિ અત્યાચારી છે, માંસ અને મદિરા ખાઈ રહ્યો હોય, બીજા લોકોનું દિલ દુખાવી રહ્યો હોય. જો તે પુરુષ પાપી હોય તો તેની અસર તેની પત્ની પર પડશે.

આવા પાપી પુરુષની પત્નીને ગરીબીનો સામનો કરવો પડશે. લાચારીનો અને મજબૂરીનો સામનો કરવો પડશે કારણ કે એક પરિવાર એક રથની જેમ હોય છે. જો રથમાં એવા લોકો બેસી જાય જેને બેસવાનું જ નથી આવડતુ તો રથનું હલવું ડોલવું નિશ્ચિત છે. અને તેવું જ માણસનું જીવન છે. તેજ એક ઘર છે. જો ઘરનો એક માણસ ખોટા રસ્તા ને પસંદ કરશે તો આખો પરિવાર તે રસ્તે જ જશે.

પતિ કે પત્ની ની સજાનું પરિણામ આખો પરિવાર ભોગવશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્ય પોતાના કર્મોની સુધારે, તેની નિયતને સુધારે અને ઘરમાં જો કોઈ પોતાનું વ્યક્તિ બગડી ગયું હોય તો તેને ઓછામાં ઓછું થોડો સમય સાચી વાતનું ભાન કરાવો અને તેને સાચા માર્ગ પર લાવવાની કોશિશ કરો. આ આપણી ફરજ નથી પરંતુ આપણો ધર્મ છે અને આપણો અધિકાર છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં કોઈ પણ દિવસ ખોટા રસ્તે જતા કે ખોટું કામ કરતા પહેલા એકવાર પોતાના પરિવારનો વિચાર અવશ્ય કરજો કારણ કે તમારા પાપને કારણે તમારા નિર્દોષ પરિવારના લોકો તેની સજા ભોગવશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *