મિત્રો હિન્દુ ધર્મના 18 પુરાણ માંથી એક ગરુડ પુરાણમાં જીવનના નીતિ અને નિયમો વિશે અને મૃત્યુ વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. જ્યારે કોઈના ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે ત્યારે તેર દિવસ સુધી ગરુ પુરાણનો પાઠ રાખવામાં આવે છે. પરંતુ તમને ખબર છે કે તે દિવસ સુધી શું કરવા ગરુડ પુરાણ નો પાઠ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું.
શાસ્ત્રો અનુસાર કોઈ દિવસ એવું થાય છે કે મૃત્યુ પછી આત્મા તરત જ બીજો જન્મ ધારણ કરી લે છે તો કોઈને ત્રણ દિવસ, કોઈને દસ દિવસ કે તેર દિવસ અને કોઈને સવા મહિના લાગે છે પરંતુ જેની સ્મૃતિ પાક્કી, મોહ ઊંડો હોય તેનું મૃત્યુ થાય તો તેને બીજો જન્મ લેવા માટે ઓછામાં ઓછા એક વરસ લાગે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે આત્મા તેર દિવસ સુધી એક જ ઘરમાં રહે છે જ્યાં તેનું જીવન વિતાવતી હતી. આવી સ્થિતિમાં જો ગરુડ પુરાણ નું પઠન કરવામાં આવે તો તેને સાંભળવાથી આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે.
ગરૂડ પુરાણઃ મૃત્યુના પહેલા અને મૃત્યુ પછીની સ્થિતિ વિશે કહેવામાં આવે છે તેથી તે મૃતકને સંભળાવવામાં આવે છે. તેર દિવસ સુધી મારવા વાળો વ્યક્તિ પોતાના પરિવારની વચ્ચે જ રહે છે. આ સમયે ઘરમાં ગુરુડ પુરાણ નો પાઠ કરવાથી આત્માને સ્વર્ગ નર્ક, ગતિ સદગતિ, અધોગતિ, દુર્ગતિ વગેરે જેવી ગતિ વિશે જ્ઞાન થઇ જાય છે.
તેની સાથે આગળની યાત્રા માં તેને કઈ-કઈ વાતો નો સામનો કરવો પડશે, કયા રોગમાં તેનો જવાનું થશે આ બધું તે આ પુરાણ ને સાંભળીને જાણી લે છે અને મૃત્યુ પછી ગરુડ પુરાણ નો પાઠ થાય છે આનાથી મૃતકના પરિવારજનોએ જાણે છે કે બુરાઈ શું છે અને સદગતિ શું છે. એટલું જ નહીં પરંતુ કયા કાર્યથી સ્વર્ગ મળે છે. આ પુરાણ આપણને સત્કર્મો માટે પ્રેરિત કરે છે. આ પુરાણમાં મનુષ્યના કર્મોના હિસાબે દંડ આપવામાં આવી છે તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે.