આવો પતિ કદી પણ પત્નીને સુખ નથી આપી શકતો અને પત્ની પર વિશ્વાસ પણ નથી કરી શકતો

Astrology

મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાને પુરુષો વિશે વાત કરતા કહ્યું છે કે ઘણા પુરુષો પોતાની અર્ધાંગિનીને કદી પણ સુખ નથી આપી શકતા. દુનિયામાં તમારી આંખોથી તમે જોઈ શકો છો અને તે સચ્ચાઈ પણ છે કે જે પુરુષએ પોતાના જીવનમાં કોઈ નારી સાથે પ્રેમ નથી કર્યો, કોઈ પારકી સ્ત્રીને પોતાની નજર ઉંચી કરીને જોઈ પણ નથી એવો પુરુષ પોતાની અર્ધાંગિનીને જીવનભર સુખ અને શાંતિથી રાખે છે. તેવો પુરુષ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે અને તે પોતાની પત્ની ઉપર ભરપૂર વિશ્વાસ કરે છે અને હંમેશા કરતો રહે છે. તેનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ કદી પણ ઓછો થતો નથી.

પરંતુ જે પુરુષે અનેક સ્ત્રીઓ સાથે પ્રેમ કર્યો છે, પોતાના જીવનમાં ખબર નથી કેટ કેટલી સ્ત્રીઓને અપનાવી હોય છે અને કેટલીય સ્ત્રીઓને છોડી દીધી હોય છે. આવા પુરુષના જીવનમાં જો કોઈ સતવંતી સ્ત્રી પણ આવી જાય તો આ વાતને યાદ રાખજો તે પુરુષ પોતાના જીવનમાં સ્ત્રીથી પ્રેમ નથી કરી શકતો. આવો પુરુષ ફક્ત વાસનાનો ભૂખ્યો હોય છે. તે કોઈના પર વિશ્વાસ પણ કરી શકતો નથી કારણ કે જે વ્યક્તિ જેવો છે તેને બધા જ વ્યક્તિ તેના જેવા જ લાગે છે. જેની આંખોમાં પીળીયો હોય તેને આખું જગત પીળું જ દેખાય છે. ભગવાન કહે છે કે આવો ચરિત્રહીન પુરુષ પોતાની પત્નીને પણ તેના જેવી સમજવા લાગે છે.

વાત કડવી છે પણ સત્ય છે. કારણ કે જેને બહારની હવા જોઈ છે તેને ઘરનું ભોજન સારું નથી લાગતું. પરંતુ અંતમાં તેને દૂર્દશા ખૂબ જ ખરાબ થાય છે. તેને આજ સુધી પોતાની જ પત્નીને પારકાની જેમ રાખી હોય છે પરંતુ તે ભૂલી જાય છે કે ખરાબ સમયમાં તે જ કામ આવશે. આ સમયનું પરિવર્તન છે. એટલા માટે પત્નીને પારકી સમજવા વાળા પુરુષો એકવાર એટલું સમજી લેજો મુશ્કેલીમાં તમારી પત્ની સિવાય તમારી પાસે બીજું કોઈ નહીં આવે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *