મિત્રો હિન્દુ ધર્મને માનવાવાળા નવરાત્રીના નવ દિવસ પુરી વિધિથી નવદુર્ગા ની પૂજા, અર્ચના અને વ્રત કરે છે. જો શાસ્ત્રોનું માનીએ તો આ દિવસોમાં માતા દુર્ગા ધરતી પર જ વાસ કરે છે. ઘણા લોકોના મનમાં એ સવાલ પણ ઉદ્ભવે છે કે નવરાત્રીના નવ દિવસ પતિ-પત્ની શારીરિક સંબંધ બનાવો જોઇએ કે નહીં. આજે અમે તમને તે વિશે જણાવીશું.
મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર નવરાત્રિના નવ દિવસોમાં માતા દુર્ગા તેના વિવિધ સ્વરૂપોમાં દરેક દિવસે તેના ભક્તો જોડે આવે છે અને તે કોઈ ભક્ત નવરાત્રીના દિવસોમાં થોડા નિયમોનું પાલન ન કરે તું માતા નારાજ થઈ જાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિમાં સાત્વિક ભોજન અને આચરણ શુદ્ધ રાખવું જોઈએ. આ દિવસોમાં તામસી ભોજનનું સેવન, દિવસે સૂવું, નખ કાપવા અને શારીરિક સંબંધ બનાવવા માટેની મનાઇ કરવામાં આવી છે.
આની પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણો છે. નવરાત્રી દરમિયાન મોટાભાગની મહિલાઓ વ્રત કે ઉપવાસ રાખે છે અને તેમનું પૂરેપૂરું ધ્યાન દેવી માતા પર હોય છે. આ દરમિયાન તેમને તેમના પતિ સાથે સંબંધ બનાવવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ નવ દિવસ માં મહિલાઓ વ્રતના કારણે શારીરિક રીતે કમજોર થઈ જાય છે અને સાથે જ ઉપવાસ ના કારણે તેમનામાં ચીડિયાપણું પણ આવી જાય છે અને આવા સમયે તેમની સાથે સંબંધ બનાવવો યોગ્ય નથી. એવું પણ માનવામાં આવે છે કે નવરાત્રીનાં દિવસોમાં માતા સ્ત્રીના અંદર વાસ કરે છે તેથી જ નવરાત્રીમાં પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
બીજું કારણ એ પણ છે કે શારીરિક સંબંધ બનાવતા સમયે મહિલાઓના શરીરમાં ઘણા બધા હોર્મોન નીકળે છે જે તામસિક પ્રવૃત્તિના હોય છે અને આ હોર્મોન તેમનું ધ્યાન પૂજા પાઠ માંથી ભટકાવી દે છે. તેથી નવરાત્રી દરમિયાન સંબંધ બનાવવો જોઈએ નહીં. આ નિયમ ફક્ત મહિલાઓ માટે નથી આ સમયે પુરુષોને પણ મહિલાઓ થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.