જન્મ પહેલા જ આ 5 વસ્તુ ભાગ્યમાં લખાઈ જાય છે

Astrology

મિત્રો, શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાગ્યમાં લખ્યું છે તેને બદલી શકાતું નથી. આપણું સૌથી મહત્વપૂર્ણ શાસ્ત્ર ભગવદ ગીતામા ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે ભાગ્યમાં લખેલું કોઈ બદલી શકતું નથી. ભાગ્યમાં લખેલું ભોગવવું જ પડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તમારા ભાગ્યના નિર્માતા તમે પોતે જ છો. તમે જેવા કર્મ કરશો તેવું ભાગ્ય તમને આગળના જન્મમાં મળશે. પાછલા જન્મમાં તમે જે પ્રકારના કર્મ કર્યા હતા તેવું જ ભાગ્ય તમને આ જન્મમાં મળશે. આજે આપણે એવી કેટલીક બાબતો વિશે જાણીશું જે પહેલેથી જ તમારા ભાગ્યમાં લખાય ચૂકી હોય છે.

પહેલા નંબરમા છે તમારી ઉંમર. જ્યારે મનુષ્ય માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ તેની ઉંમરનું નિર્ધારણ થઈ જાય છે. જન્મ પહેલા જ તેની ઉંમર લખી દેવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે દરેકનો મૃત્યુનો સમય નિશ્ચિત હોય છે એટલે કે દરેકનું મૃત્યુ પહેલેથી જ લખેલું હોય છે. બીજા નંબરમાં છે વિદ્યા. મનુષ્યને કેટલી વિદ્યા મળશે તેના વિશે પહેલેથી જ ભાગ્યમાં લખાયેલું હોય છે. એટલા માટે આપણે ઇચ્છીએ તો પણ કેટલીક વસ્તુઓને મેળવી શકતા નથી. જો તમે તમારા ભાગ્ય કરતા વધારે વિદ્યા મેળવવા માગતા હોય તો પણ તે કંઈક ના કંઈક કારણે તમને નહીં મળે. ત્રીજા નંબરમાં છે મનુષ્યના કર્મ. જન્મ સમયે તમારી તકદીરમાં કર્મ લખાઈ જાય છે.

ચોથા નંબરમાં છે ધન. તમને જીવનમાં કેટલું ધન પ્રાપ્ત થશે તેના વિશે પણ જન્મ પહેલા નિશ્ચિત થઈ જાય છે. વર્તમાન જીવનમાં જો તમે ગરીબી ભોગવી રહ્યા હોય તો એ તમે તમારા પાછલા જન્મમાં કરેલા ખોટા કાર્યોના કારણે છે અને વર્તમાન સમયમાં જે લોકો ધનવાન છે તેમને પાછલા જન્મમાં પુણ્યના કામ કર્યા હશે. પાંચમા નંબરમાં છે સુંદર પત્ની. સુંદર પત્નીનું સુખ પણ પહેલેથી જ ભાગ્યમાં લખાયેલું હોય છે. માતાના ગર્ભમાં જ તમારો જીવનસાથી કેવો હશે તેના વિશે નિશ્ચિત થઈ જાય છે. વર્તમાન સમયમાં તમને ભલે ગમે તેવી પત્ની મળી હોય તેનું માન સન્માન કરો અને તેને દરેક પ્રકારની ખુશી પ્રદાન કરો. આ પાંચ બાબતો જન્મ પહેલા જ નિશ્ચિત હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *