મિત્રો, લગ્ન પછી સ્ત્રીનું ભાગ્ય અને ભવિષ્ય તેના પતિ સાથે જોડાઈ જાય છે. પત્નીના કર્મોનો પ્રભાવ પતિના જીવન પર પડે છે. સ્ત્રીઓ લગ્ન પછી પોતાના પતિનું સૌભાગ્ય બનીને આવે છે પરંતુ કેટલીક સ્ત્રીઓ તેમના પતિનું જીવન દુઃખોથી ભરી દે છે. જે સ્ત્રીઓ પતિના જીવનમાં સૌભાગ્ય લાવે છે તેને સૌભાગ્યશાળી પત્નીઓ કહેવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના પતિને ભિખારીમાંથી રાજા પણ બનાવી દે છે. તમારી પત્નીમાં આ કેટલાંક ગુણો હશે તો તમારી કિસ્મત પણ ચમકી ઉઠશે. જે સ્ત્રી સાચા મનથી અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે તેનો પતિ હંમેશા ધનવાન રહે છે.
જે સ્ત્રી ઘરના બધા જ કામ શાંતિથી પૂરા કરે છે તથા દિવસ રાત પતિની સેવા કરે છે તેવી સ્ત્રીથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન રહે છે. આવી સ્ત્રીના પતિ પર હંમેશા પૈસાનો વરસાદ થાય છે. જે સ્ત્રી કોઈ ગરીબને ખાલી હાથ પાછો નથી મોકલતી અને દાનમાં કંઈકને કંઈક આપે છે તેવી સ્ત્રીનું ઘર હંમેશા ધન અને ધાન્યથી ભરેલું રહે છે. જે ઘરની સ્ત્રીઓ આવી હોય છે તેવા ઘરમાં કદી પણ ગરીબી નથી આવતી. જે સ્ત્રીનો સ્વભાવ નિર્મળ હોય એટલે કે પતિ અને પરિવાર સાથે હંમેશા નમ્રતાથી વર્તન કરનારી સ્ત્રીના ઘરમાં સ્વયમ લક્ષ્મીજીનો વાસ હોય છે. આવી વિનમ્ર સ્ત્રી નો પતિ દરેક કામમાં અવશ્ય સફળતા મેળવે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરવા વાળી સ્ત્રી ઘરનું સૌભાગ્ય કહેવાય છે પરંતુ જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ નથી કરતી અને પરપુરુષ માં રુચી રાખે છે તેવા ઘરમાં સુખ શાંતિ કદી પણ આવતી નથી. પોતાના પતિ અને પરિવારને સાચા મનથી પ્રેમ કરવા વાળી સ્ત્રી સૌભાગ્યશાળી માનવામાં આવે છે. જે સ્ત્રીની વાણી મધુર હોય એટલે કે મીઠી ભાષા બોલતી સ્ત્રીનો પતિ હંમેશા ધનવાન રહે છે. કર્કશ અને કડવા શબ્દો બોલવા વાળી સ્ત્રી પોતાના ઘરના વિનાશનું કારણ બને છે. આચાર્ય ચાણક્ય અનુસાર આ ગુણો ધરાવતી સ્ત્રીઓ પોતાના સૌભાગ્યથી ભિખારીને પણ રાજા બનાવી દે છે. જય શ્રી કૃષ્ણ