7 સંકેત જે બતાવે છે તમે નરકમાંથી આવ્યા છો

Astrology

મિત્રો, સનાતન ધર્મમાં ઉલ્લેખ છે કે મનુષ્યને કર્મોના આધારે નર્ક અને સ્વર્ગ ભોગવવું પડે છે. માર્કંડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે નર્ક ભોગવીને આવેલા લોકોમાં કેટલાક ખાસ પ્રકારના લક્ષણો હોય છે. તમે વ્યક્તિના વ્યવહારને જોઈને જાણી શકો છો કે તે નરક ભોગવીને આવ્યો છે. પહેલા નંબરમાં છે પરનિંદા કરવા વાળો વ્યક્તિ. કોઈ વ્યક્તિ ખૂબ જ સારો હોય છતાં તેમાં ખામીઓ શોધીને લોકોને તેના વિરુદ્ધ કરવાથી જ જેને સુખ પ્રાપ્ત થતું હોય એટલે કે પરનિંદા જ તેના જીવનનું સુખ હોય તે તેના જન્મ પહેલાના લોકોનો સંકેત હોય છે. એટલે કે તે વ્યક્તિએ નરક ભોગવીને મનુષ્ય યોની પ્રાપ્ત કરેલી છે. એટલા માટે જ તેના ખરાબ કર્મો પૃથ્વી પર પણ તેના સાથે છે. પરંતુ આવો મનુષ્ય તેવા કર્મોમાંથી બહાર નીકળવાની જગ્યાએ તે કર્મોની જ વારંવાર કર્યા જાય છે અને ફરીથી નરકનો ભાગી બને છે.

બીજા નંબરમાં છે ઉપકાર ન માનવા વાળો વ્યક્તિ. જે વ્યક્તિ બીજાએ કરેલા ઉપકારોની કદર નથી કરતો તે મનુષ્ય જીવન પહેલા નરકમાં રહી ચૂક્યો હોય છે. એટલા માટે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈ તમારા માટે કંઈક કરે તો સદાય તેનું સન્માન કરો. ત્રીજા નંબરમાં છે પરપુરુષ કે પરસ્ત્રી સાથે સંબંધ રાખવા વાળો વ્યક્તિ. જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજાની પત્ની સાથે સંબંધ બનાવે છે કે પછી કોઈ સ્ત્રી પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવે તો માર્કન્ડેય પુરાણ અનુસાર તે નરકનો ભોગી હોય છે એટલે કે તે મનુષ્ય જન્મ પહેલા નરકમાં હતો. ચોથા નંબરમાં છે બીજા લોકોનો હક છીનવવા વાળો વ્યક્તિ. ઘણા લોકો બીજા લોકોની ખુશીઓ છીનવીને જ ખુશ થાય છે. માર્કંડ પુરાણ અનુસાર આવા લોકો નરક ભોગવીને પૃથ્વી પર આવ્યા હોય છે. એટલે કહેવામાં આવે છે કે કદી પણ કોઈનો હક છીનવવો ન જોઈએ જેથી બીજી વાર નરક ભોગવવું ન પડે.

પાંચમા નંબરમાં છે દેવતાઓની નિંદા કરવા વાળો વ્યક્તિ. નરક ભોગવીને આવવા વાળા વ્યક્તિ હંમેશા ઈશ્વરની નિંદા કરે છે. તેમને હંમેશા એવું લાગે છે કે ભગવાને તેમની સાથે સારું નથી કર્યું. આવા વ્યક્તિઓ ખરાબ કર્મો કરે છે અને જ્યારે ખરાબ કર્મોનું ફળ મળે છે ત્યારે દોષનો ટોપલો ભગવાન પર નાખે છે. આવો વ્યક્તિ ક્યારે ઈશ્વરનું સન્માન નથી કરતો. છઠ્ઠા નંબરમાં છે છળકપટ કરવા વાળો વ્યક્તિ. આવો વ્યક્તિ કદી પણ કોઈની તકલીફ નથી સમજતો અને સદાય લોકો સાથે છળ કપટ કરે છે. આવો વ્યક્તિ નરક ભોગવીને આવ્યો હોય છે. માર્કંડ પુરાણ અનુસાર આ લક્ષણો વાળા વ્યક્તિઓ નરક ભોગવીને આવ્યા હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *