આ 3 જગ્યા પર સ્ત્રીઓને એકલી ના છોડો.

Astrology

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એક સ્ત્રીને જેટલી દેખરેખની જરૂર હોય છે તેટલી કોઈને નથી હોતી પછી તે કોઈની પત્ની હોય, બહેન હોય કે પછી મા. તેમની રક્ષાને લઈને પુરુષ એકવાર અવશ્ય વિચારે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આચાર્ય ચાણક્યએ ત્રણ એવી જગ્યાઓ વિશે વાત કરી છે જ્યાં એક સ્ત્રીને કદી પણ એકલી ન છોડવી જોઈએ. આચાર્ય ચાણક્યએ પોતાની કૂટનીતિમાં દરેક પતિઓને સચેત કરતા જે ત્રણ જગ્યા વિશે કહ્યું છે તેને દરેક પુરુષ જે પોતાની પત્નીની માન સન્માનની રક્ષા કરવા માંગે છે અને પત્નીના સ્નેહને મેળવવા માગે છે તેને કદી પણ પોતાની પત્નીને ત્યાં એકલી ન છોડવી જોઈએ.

ચાણક્ય છે પહેલી જગ્યા વિશે બતાવે છે તે છે પત્નીના બીમાર હોવા પર. જ્યારે સ્ત્રી બીમાર હોય ત્યારે કોઈપણ પુરુષે પોતાની પત્નીને એકલી ન છોડવી જોઈએ. પરંતુ જેવી રીતે એક પત્ની પોતાના પતિની સેવા કરે છે ઠીક એવી જ રીતે પતિએ પણ આ કઠિન પરિસ્થિતિમાં પોતાની પત્નીની સેવા કરવી જોઈએ. જ્યારે પતિ કોઈ બાબતમાં નિર્દોષ હોય થતાં દુનિયા વાળા લોકો તેના પર દોષ લગાવે ક્યારે આવી સ્થિતિમાં પણ પતિએ પોતાની પત્નીને એકલી છોડીને જવું ન જોઈએ અને પોતાની પત્નીનું સમર્થન કરવું જોઈએ. સમગ્ર દુનિયા પત્નીના વિરુદ્ધ માં કેમ ન થઈ જાય પરંતુ જો પત્ની સાચી હોય અને જો તેને પોતાની પત્નીની આ સત્યતા પર પૂરો વિશ્વાસ હોય દુનિયામાં બીજા કોઈની પરવા ન કર્યા વગર પત્નીનો સાથ આપવો જોઈએ.

ત્રીજી જગ્યા ની વાત કરીએ તો ચાણક્ય કહે છે તે ભલે ગમે તેટલી કપરી પરિસ્થિતિ હોય એક પુરુષે આ પોતાની પત્નીને અન્ય પરપુરુષ સાથે એકલી ન છોડવી જોઈએ. ભલે તે તમારો કોઈ નજીકના સગા સંબંધી કેમ ના હોય. તેને તમારી પત્ની સાથે એકલા જ છોડવાની ભૂલ કદી ન કરતા. કારણ કે જ્યારે એક સ્ત્રી અને પુરુષ એકલા હોય છે ત્યારે કામવાસના પોતાની અસર અવશ્ય દેખાડે છે. અને તેમાં તેમની કોઈ ભૂલ પણ નથી હોતી કારણ કે તે સમયે ભાવનાઓ એટલી પ્રબળ હોય છે તે કોઈ પણ મનુષ્ય પોતાની સીમાઓ ઓળંગી નાખે છે. આ કારણે જ આપણાં ધર્મશાસ્ત્રોમાં એક યુવા પત્નીને રાત્રિમાં પિતા સાથે પણ એકલી છોડવાને નિષેધ માનવામાં આવે છે.

ચાણક્યની આ નીતિ અનુસાર પતિએ કોઈ પણ પરિસ્થિતિમાં પત્ની સાથે અડગ થઈને ઊભા રહેવું જોઈએ. અને જે પણ વ્યક્તિ આ ત્રણ પરિસ્થિતિમાં પોતાની પત્નીને એટલી નથી છોડતો તે ગૃહસ્થ આદમી પોતાના અને પોતાની પત્નીના માન-સન્માનને બચાવી શકે છે. તો દરેક પુરુષે પોતાની પત્નીને આ ત્રણ જગ્યાએ એકલી કદી ન છોડવી જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *