ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલા હંમેશા આટલી વસ્તુઓનું ધ્યાન રાખો.

Astrology

મોટાભાગના દરેક લોકો મંત્રો તેમજ જાપ કરવા માટે માળા ખરીદતા હોય છે. પણ માળાને ઘરમાં લાવતા પહેલા હંમેશા આટલી વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. તેમજ માળાનું વિધિસર પૂજન કરવું જોઈએ. જેટલું મંત્રનું મહત્વ છે તેટલું જ મંત્ર માટે જે માળા વાપરવામાં આવે છે તેનું પણ મહત્વ છે. જો મહાદેવની કૃપા મેળવવી હોય તો રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ. બીજી કોઈ માળા જેવી કે તુલસી માળા તેમજ સ્ફટિક માળા અને ગુંજા માળાથી ક્યારેય મંત્રજાપ કરવો નહિ. રુદ્રાક્ષ અશ્રુબિંદુમાંથી ઉત્પન્ન થાય છે. તેથી જ જો મહાદેવની કૃપાને પ્રાપ્ત કરવી હોય તો રુદ્રાક્ષની માળથી જ જાપ કરવો જોઈએ.

શિવજીની આરાધના કરવા માટે રુદ્રાક્ષની જ માળાનો જ ઉપયોગ કરવો જોઈએ. મંત્રજાપ કરવા માટે પંચમુખી રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. કારણકે રુદ્રાક્ષની માળા ભક્તના મનને શાંતિ પ્રદાન કરે છે. રુદ્રાક્ષની માળાથી જો જાપ કરવામાં આવે તો દરેક કામ સિદ્ધ થાય છે. તો ચાલો જાણીયે રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલા કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

શુભ તિથિ અથવા સોમવારના દિવસે સારા મહુર્તમાં જ રુદ્રાક્ષની માળા ખરીદવી. માળાને ઘરમાં લાવ્યા બાદ ગંગાજળથી તેને શુદ્ધ કરવી. ત્યારબાદ પંચોપચાર વિધિથી માળાની વિધિવત પૂજા કરવી. પૂજા બાદ માળાને મંદાર ફૂલો અર્પણ કરવા જોઈએ. જો આ ફૂલ ન હોય તો ઋતુ અનુસાર ફૂલ ચડાવવા. આ સિવાય ખીરનો ભોગ અર્પણ કરવો. આ પૂજન વિધિ પુરી કાર્ય પછી રુદ્રાક્ષની માળાથી મંત્રજાપ કરો તે સમયે પીળા રંગના આસનનો ઉપયોગ કરવો. એમ કહેવામાં આવે છે પીળા રંગના આસન પર રુદ્રાક્ષની માળાથી મંત્રજાપ કરવામાં આવે તો મહાદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *