આવી સ્ત્રી જ્યાં મળે તરત જ લગ્ન કરી લેવા જોઈએ

Astrology

મિત્રો, સ્ત્રી જીવનને સ્વર્ગ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે. જો જીવનસાથી તરીકે સારી ચરિત્રાવાન સ્ત્રી ન મળે તો ભલભલાનું જીવન બરબાદ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમારા જીવનસાથીમાં આ ગુણો હોય તો તમે ખૂબ જ નસીબદાર છો. આજે આપણે જાણીશું કે લગ્ન કરવા માટે એક સ્ત્રીમાં કયા કયા ગુણો હોવા જોઈએ. જે સ્ત્રી દરેક વ્યક્તિને માન સન્માન આપતી હોય, પોતાનાથી નાના અને મોટા દરેક વ્યક્તિઓને માન આપતી હોવી જોઈએ. કામ કરવામાં આળસુ ન હોવી જોઈએ. કારણ કે આળસુ સ્ત્રી ઘરને નર્ક બનાવી દે છે. પોતાના ઘરને સ્વચ્છ રાખી શકતી નથી અને જે ઘરમાં સ્વચ્છતા ના હોય ત્યાં માતા લક્ષ્મી પણ આવતા નથી.

આચાર્ય ચાણક્ય કહે છે કે એક આદર્શ સ્ત્રી પોતાના ઘરના તમામ રીતિ રિવાજોનું પાલન કરે છે. આવી પત્ની પતિ માટે સૌભાગ્ય વધારે છે. ભગવાનની નિયમિત પૂજા પાઠ કરે છે. જે સ્ત્રીમાં બચત કરવાનો ગુણ હોય તેવી સ્ત્રી પરિવાર માટે ખૂબ જ શુભ હોય છે. આવી સ્ત્રી પરિવારને આર્થિક રૂપથી મજબૂત બનાવે છે અને આવી સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જે સ્ત્રીનો અવાજ મીઠો હોય અને જેના બોલવાથી સુખનો અનુભવ થાય તેવી સ્ત્રી વિવાહ માટે ખૂબ જ યોગ્ય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે સ્ત્રી સારી સલાહકાર હોય અને ધીરજ વાળી હોય તાવી સ્ત્રી સાથે લગ્ન કરવામાં જ પુરુષની ભલાઈ છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જે સ્ત્રી પોતાની મર્યાદામાં રહે છે અને ઘર પરિવારના માન સન્માન પર કોઈ આંચ નથી આવવા દેતી તેવી સ્ત્રી શ્રેષ્ઠ સ્ત્રી કહેવાય છે. શ્રેષ્ઠ સ્ત્રી તે જ છે જેનામાં અહંકાર નો ભાવ નથી હોતો. જે પોતાના પહેલા પોતાના પરિવારનું વિચારે છે તેવી સ્ત્રી પરિવારને હંમેશા ખુશ રાખે છે. જે સ્ત્રી ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ આપે તેવી સ્ત્રી લગ્ન માટે શુભ માનવામાં આવે છે. જો તમારે પણ લગ્ન કરવાના બાકી હોય તો તમારા જીવનસાથી માં આ ગુણો હોવા જોઈએ અને જો તમે પરણેલા પુરુષ હોય અને તમારી પત્નીમાં આ ગુણો હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી પુરુષ છો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *