જે પુરુષ પોતાની પત્ની સાથે લગ્ન પછી આ દગો કરે છે તેને એક દિવસ અવશ્ય રડવું પડે છે, શ્રીકૃષ્ણ જ્ઞાન

Astrology

મિત્રો, પુરુષો પોતાની તાકાતના નશામાં ચુર હોય છે. જવાનીના અભિમાનમાં તેમને કશું જ દેખાતું નથી. પુરુષો જે પત્ની જેને કોઈ બીજાના ઘરેથી વિવાહ કરીને લાવ્યા છે તે પત્ની પણ તેમને પારકી લાગે છે. આપણે માનીએ છીએ સ્ત્રીઓમાં થોડી ખામીઓ હોય છે, ઘણી સ્ત્રીઓ એવી હોય છે જે મર્યાદાનો ભંગ કરી દે છે પરંતુ ઘણી ખૂબ જ સારી અને સંસ્કારી સ્ત્રીઓ વિશે આજે તમને વાત કરી રહ્યા છીએ પરંતુ પુરુષ પોતાના પુરુષ હોવાનાનશામાં ચૂર રહે છે તેને કંઈ જ દેખાતું નથી કારણ કે જવાનીની પટ્ટી તેની આંખો પર બંધાયેલી હોય છે.

પુરુષોને પોતાની આંખો પર બાંધેલી પટ્ટી ઉતારવી પડશે નહિતર એક દિવસ ધૂળમાં મળી જશો. સમય તમારો પણ આવશે એવું નથી કે તમે અમર થઈને આવ્યા છો. સમયનું ભરોસો નથી. પોતાની પત્નીને છોડીને કોઈ બીજા સાથે પ્રેમ જતાવી રહ્યો છે, પોતાના ને છોડીને પારકાને પોતાના બનાવી રહ્યો છે તેવા પુરુષોને ભગવાન કહે છે કે આ પાપ નથી, આ તો મહાપાપ છે. ભલે કોઈ ગમે તેટલું સારું હોય પરંતુ જેને તમે લગ્ન કરીને લાવ્યા છો, જેને તમે તમારી અર્ધાંગિની બનાવી છે ભલે તે તમને ગમે તેટલી ખરાબ લાગતી હોય પરંતુ ખરાબ સમયમાં તે જ કામ આવશે. પત્ની સિવાય તમને જે સારી લાગી રહી હોય તે બધી મતલબી હોય છે. પોતાનો મતલબ પૂરો કરીને ભાગી જશે.

આ વાત કડવી છે પણ સત્ય છે કે પુરુષ પોતાના જીવનમાં પોતાની જાતને ખૂબ જ મોટી સમજે છે પરંતુ તે ભૂલી જાય છે કે તેની અર્ધાંગીની વગર તેની જિંદગી અધુરી છે. અત્યારે તો ઠીક છે તમારા હાથ પગ ચાલી રહ્યા છે પરંતુ જ્યારે સમય આવશે ત્યારે ખાટલામાંથી ઉભા પણ નહીં થઈ શકો ત્યારે એક લોટો પાણી પીવડાવવા કોઈ બીજી નહીં આવે. તે સમયે જે કરશે તે તમારી પત્ની જ હશે. કહેવાનો મતલબ છે કે જીવનમાં પોતાની પત્ની સાથે પ્રેમ ભાવથી રહેવાનું શીખો. જે પોતાનું છે તેને અપનાવીને રાખો. પ્રેમ બધા સાથે રાખો પરંતુ પત્નીને ઓછામાં ઓછો બે પળનો સમય અવશ્ય આપો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *