આવા સમયે તમારી પત્નીની પરીક્ષા થાય છે

Astrology

મિત્રો, જ્યારે પણ માણસનો ખરાબ સમય આવે છે ત્યારે તેના પોતાના જ પારકા બની જાય છે. આ દુનિયામાં બહુ ભોળા માણસનો લોકો ખૂબ જ દુરુપયોગ કરી જાય છે કહેવાય છે કે પુરુષની પરીક્ષા જ્યારે તેની પાસે બધું જ હોય ત્યારે થાય છે અને સ્ત્રીની પરીક્ષા જ્યારે તેના પતિ પાસે કંઈ જ ન હોય ત્યારે થાય છે. જીવનમાં જ્યારે સુખ હોય ત્યારે બધા જ પોતાના લાગે છે પરંતુ જ્યારે જીવનમાં થોડુંક પણ દુઃખ આવી જાય ત્યારે કોણ પોતાના અને કોણ પારકા તેની સાચી પરખ થાય છે. દુઃખના સમયમાં મોટાભાગે વ્યક્તિ એકલો રહી જાય છે. ઘણીવાર તો પોતાના બાળકો તથા પોતાની જ પત્ની સાથ છોડીને ચાલી જાય છે.

પુરુષ અથાગ મહેનત કરીને એક એક રૂપિયો ભેગો કરીને પોતાનો ઘર પરિવાર ચલવે છે. પરંતુ જ્યારે આ જ પુરુષ કોઈ કારણથી કામ કરવામાં અસમર્થ થઈ જાય છે અને ધનનો નાશ થઈ જાય છે ત્યારે તેની પત્નીની સાચી પરીક્ષા થાય છે. આવી કઠિન પરિસ્થિતિમાં ઘણીવાર પોતાની પત્ની જ તેનો સાથ છોડીને ચાલી જાય છે અથવા તો પોતાના શોખ પૂરા કરવા માટે પરપુરુષનો આશરો લેતી હોય છે. જે સ્ત્રી પતિની આવી કઠિન પરિસ્થિતિમાં તેની પડખે ઊભી રહે તે સ્ત્રી એક આદર્શ પત્ની હોય છે.

પતિ પર જ્યારે કોઈ લાંબી માંદગી આવી જાય અથવા તો શારીરિક રૂપથી કામ કરવામાં અસમર્થ બની જાય ત્યારે પણ પત્નીની સાચી પરીક્ષા થતી હોય છે. એક આદર્શ પત્ની આ સમયે પોતાના પતિની સાચા દિલથી સેવા કરે છે જ્યારે એક ચરિત્રહીન સ્ત્રી આવા સમયે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પર પુરુષનો સહારો લઈ લે છે. પતિથી જ્યારે કોઈ ભૂલ થઈ જાય ત્યારે પણ પત્નીની સાચી પરીક્ષા થતી હોય છે. પતિને સાચો પ્રેમ કરવા વાળી એક આદર્શ પત્ની પતિની ગમે તેવી મોટી ભૂલને પણ માફ કરીને પોતાનો સંબંધ ટકાવી રાખે છે જ્યારે પતિને પ્રેમ ન કરવા વાળી સ્ત્રી પતિની નાની નાની ભૂલો માટે પણ પતિને છોડીને ચાલી જાય છે. પતિના આવા કઠિન સમયમાં એક આદર્શ પત્નીની સાચી પરીક્ષા થતી હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *