મનુષ્યને વહેલા વૃદ્ધ બનાવી દે છે આ 3 કામ, ક્યાંક તમે તો નથી કરતા ને?

Astrology

મિત્રો, મનુષ્યના પોતાના કામ જ તેનું આયુષ્ય ઘટાડે છે. વેદોમાં કહ્યું છે કે કળિયુગમાં મનુષ્યની ઉંમર ઓછામાં ઓછી સો વર્ષ હશે થતા લોકો નાની ઉંમરમાં જ પરલોક ચાલ્યા જાય છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને મનુષ્યનું આયુષ્ય ઓછું થવાના છ કારણો બતાવ્યા હતા. જે મનુષ્ય અભિમાનથી ભરેલો છે તે મનુષ્ય વહેલો વૃદ્ધ બની જાય છે. વિદુરજી કહે છે કે અભિમાન આયુષ્યને ખાઈ જાય છે. અભિમાની વ્યક્તિ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનવા લાગે છે. આ અભિમાનના કારણે જ મનુષ્ય પોતાના આયુષ્યને ઓછું કરી લે છે.

વિદુરજી એ કહ્યું છે કે વધારે બોલવા વાળો વ્યક્તિ વહેલો મરી જાય છે. વધારે બોલવા વાળા વ્યક્તિનું આયુષ્ય અને બુદ્ધિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તેની આ આદતના કારણે તે પોતાનું સન્માન પણ ખોઈ બેસે છે. ઋષિમુનિઓનું આયુષ્ય એટલા માટે જ વધારે હતું કારણ કે તેઓ ખૂબ જ ઓછું બોલતા હતા. જે વ્યક્તિમાં ત્યાગ કરવાની ભાવના નથી હોતી તે વ્યક્તિનું આયુષ્ય પણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. તેની સાથે સાંસારિક સુખ તથા ભોગવિલાસ મનુષ્યની ઉંમરને ઓછી કરી નાખે છે. મહાત્મા વિદુર કહે છે કે ક્રોધ કોઈપણ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. ક્રોધમાં આવીને વ્યક્તિ ઘણીવાર એવા નિર્ણય લઇ લેજે જેથી તેને પાછળથી પસ્તાવું પડે છે.

ક્રોધી વ્યક્તિ જલ્દી વૃદ્ધ બની જાય છે અને વહેલો મરી જાય છે કારણકે આવા વ્યક્તિ સાથે ક્યારે શું થઈ જાય તે નક્કી નથી હોતું. ક્રોધી વ્યક્તિને હંમેશા ખરાબ પરિણામ જ પ્રાપ્ત થાય છે. ક્રોધને નર્કનો દ્વાર કહેવામાં આવે છે. તેવી જ રીતે સ્વાર્થી વ્યક્તિ પણ પોતાનું આયુષ્ય જાતે જ ઓછું કરી નાખે છે. આવો સ્વાર્થી વ્યક્તિ બીજાની ખુશી જોઈને હંમેશા અંદરથી બળી જાય છે. સ્વાર્થ ભાવના મનુષ્યના પોતાના પતનનું કારણ બને છે. આચાર્ય ચાણક્ય કહે છે કે પતિ સાથે પ્રણય ન કરવાવાળી સ્ત્રી પણ ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે એટલા માટે સ્ત્રીઓએ પોતાના પતિ સાથે યોગ્ય સમયાંતરે શારીરિક સંબંધ રાખવો જોઈએ. મનુષ્યના આ કાર્યો તેને વહેલા વૃદ્ધ બનાવી દે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *