પિતૃપક્ષ દરમિયાન આ પાંચ પ્રાણીઓ તમારા ઘરે આવે તો તે મહત્વના સંકેતો આપે છે.

Astrology

ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને યમલોક માં જવું પડે છે. યમલોક માં જવાનો રસ્તો ખૂબ જ કઠિન હોય છે. મૃત્યુ પછી વ્યક્તિના પ્રિયજન શ્રાધ કે પિંડદાન કરે છે તો તેલ યમલોક જવાનો રસ્તો આસાન થઈ જાય છે. જ્યારે મનુષ્ય તેના પિતૃ માટે પૃથ્વીલોક પર ભોગ ચઢાવી છે ત્યારે પ્રાણીઓ તેને ગ્રહણ કરે છે. પ્રાણીઓ દ્વારા ગ્રહણ કરવામાં આવેલો આ ભોગ મનુષ્યના પિતૃઓ ને પ્રાપ્ત થાય છે. જેનાથી યમલોક જવાના રસ્તા પર કે ભૂખ્યા રહેતા નથી.

પિતૃપક્ષના સમયે તમારા ઘરે આ ત્રણ પ્રાણી આવે તો શુભ સંકેત માનવામાં આવે છે. તેને અર્થ એવો હોય છે કે તમારા દ્વારા કરવામાં આવેલ શ્રાધ કે પિંડદાન થી તમારા પ્રિયજનો અત્યંત ખુશ છે અને તે તમને આશીર્વાદ આપે છે.

કાગડો
ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના પૂર્વજો કાગડા નું રૂપ ધારણ કરીને તેમના પ્રિયજનોને મળવા માટે આવે છે. પિતૃ-પક્ષ ના સમયે કોઈ પીપળાના ઝાડની ઉપર કાગડો બેઠેલો દેખાય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો કોઈ કાગડો પિતૃ શ્રાધ ના દિવસે તમારા ઘરે આવીને બોલવા લાગે છે. અને તમારા દ્રારા આપવામાં આવેલ ભોજન અને પાણી ગ્રહણ કરે છે તો આ બધા સંકેતોમાં શ્રેષ્ઠ ફળ આપવાવાળો સંકેત છે. પિતૃપક્ષના દિવસ કાગડાનું તમારા ઘરે આવીને ભોજન કરવું છે એ વાતનો સંકેત છે કે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે.

કુતરો
પિતૃઓની પૂજા કે શ્રાધ દરમિયાન કૂતરો જો તમારા દરવાજા પર આવે તો તે શુભ સંકેત છે. તમારા પિતૃઓ કુતરા ના રૂપમાં તમને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. દરવાજા પર આવેલા કુતરા સાથે ખરાબ વ્યવહાર કરશો નહીં અને ભુલથી પણ મારવો જોઈએ નહીં, નહીં તો તમારા પિતૃઓ નારાજ થઈ જશે. દરવાજા પર આવેલ કુતરા ને નમસ્કાર કરીને તેને ભોજન કરાવો તેનાથી તમારા પિતૃઓ અવશ્ય સંતુષ્ટ થઈ જશે. પિતૃપક્ષના દિવસે દરવાજા પર કૂતરાનું આવવું હોય એ વાતનો સંકેત છે કે તમારા બધા દોષો નાશ થઈ ગયો છે અને હવે તમારા જીવનમાં બધું મંગલ થશે.

ગાય
પિતૃપક્ષના સમયે જો તમારા દરવાજા પર ગૌમાતા આવે છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. ગાયના રૂપમાં આવવાવાળા પિતૃઓ ખૂબ જ પુણ્યશાળી હોય છે. તમારા પૂર્વેજો તેમના જીવનમાં ખૂબ જ પુણ્ય કમાયા છે. જો તે ગાયના રૂપમાં તમારા દરવાજા પર આવે તો તેને સુખ સમૃદ્ધિનો સંકેત સમજવો જોઈએ. તેથી દરવાજા પર આવેલી ગૌમાતાનું અપમાન કરવું જોઈએ નહીં. તેમનો આદર કરો અને નમસ્કાર કરીને ભોગ ચઢાવો. દ્વાર પર આવેલી ઘર માતાની હાથ જોડીને તમારા મનની ઈચ્છા ને પ્રગટ કરો તમારી ઈચ્છા પૂર્ણ થઇ જશે. જો તમારા દરવાજા પર આવેલી ગાયમાતાની તમે મીઠી રોટલી ખવડાવો છો ઘણું સારું ફળ પ્રાપ્ત થશે.
પિતૃપક્ષના સમયે કોઈ જાનવર તમારા સપનામાં મનુષ્ય ની વાણી બોલતો દેખાય તો તેની અશુભ સંકેત સમજવો જોઈએ. આ સંકેત છે કે તમારા પિતૃઓ તમારાથી ઘણા દુઃખી છે. તેમની આત્માને શાંતિ મળી નથી. તેથી તમારે પિતૃઓ નુ શ્રાધ અને તર્પણ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *