આવા ઘરમાં ક્યારેય ન કરો છોકરીના લગ્ન, નહીં તો પછતાવું પડશે

Astrology

મિત્રો સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે જે ઘર માં છોકરી નો જન્મ થાય છે તે ઘરમાં સ્વયં લક્ષ્મીનો વાસ હોય છે. છોકરીઓ મોટી થઈ જાય છે ત્યારે માતા-પિતાની છોકરી ના વિવાહ ની ચિંતા સતાવે છે અને દરેક માતા-પિતાને સપનું હોય છે કે તેનું જીવન સાથે ખૂબ જ સારો હોય. મિત્રો તમે જોયું હશે કે જે છોકરો ધનવાન હોય તેને જ આજના જમાનામાં સારો માનવામાં આવે છે અને મોટાભાગના માતા-પિતા છોકરા ના ચરિત્રને સમજ્યા કે જાણ્યા વિના પોતાની છોકરી ના વિવાહ તેની સાથે કરી દે છે અને તે જ કારણ છે કે વિવાહિત જીવન સફળ થતા નથી જેવા પહેલા થતા હતા. આજે અમે તમને જણાવીશું કે કોઇપણ માતા-પિતાને આવા ઘરે પોતાની છોકરી ના વિવાહ કરવા જોઇએ નહીં.

મિત્રો દરેક છોકરીના માતાપિતા એવું વિચારે છે કે તેમની છોકરી માટે ખૂબ જ સારો પતિ મળે, તેનું ધ્યાન રાખે અનેતેને કોઈ દિવસ હેરાન કરી નહીં. છોકરી જોડે લગ્ન કરાવે તે કન્યાદાન કહેવાય છે અને દાન એવી વસ્તુનુ થાય છે જે અનમોલ હોય. દરેક માતા-પિતા માટે તેની છોકરી અનમોલ હોય છે. આવી સ્થિતિમાં કોઈપણ અયોગ્ય વ્યક્તિ સાથે તેના લગ્ન કરવા જોઈએ નહીં.

સ્કંદપુરાણ અનુસાર કોઈ પણ માબાપે તેમની છોકરીના લગ્ન ઘરથી વધુ પાસે કે ઘરથી વધુ દૂર કરાવવા જોઈએ નહીંકારણ કે તેનાથી તેની છોકરીને પરેશાનીઓ થઈ શકે છે.પુરાણમાં એ વાતો વિશે લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ તમારાથી વધારે ધનવાન હોયઅથવા તો તમારાથી વધુ ગરીબ હોય આવા વ્યક્તિ સાથે પણ તેમની કન્યાના લગ્ન કરાવવા જોઈએ નહીંકારણ કે આવા ઘરમાં જઈને તે હંમેશા દુઃખી જ રહે છે. પુરાણમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિને પોતાની આજીવિકા ચલાવવા કોઈ સાધન ઉપલબ્ધ ન હોય આ પ્રકારની વ્યક્તિ સાથે પોતાની કન્યાના વિવાહ કોઈ દિવસ કરાવવા જોઈએ નહીં કારણ કે તે વ્યક્તિ પોતાનું જીવન તો ચલાવી નથી શકતો તો તમારી છોકરીને જીવન શું ચલાવશે અને આવા વ્યક્તિ સાથે તમારી છોકરીને દુઃખોનો સામનો કરવો પડશે.

પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે પોતાની જાતને મોટું દેખાડે છે કે સમજે છે અથવા તો હંમેશા કોઈને કોઈ વસ્તુ થી પરેશાન હોય છે આવા લોકોને પણ પોતાની છોકરી દેવી ઉચિત નથી કારણ કે જે વ્યક્તિ પોતાની મોટો માનશે તેની પત્નીનું સન્માન નહીં કરે. જે વ્યક્તિ હંમેશા કોઈને કોઈ રોગથી ગ્રાહિત રહેશેતેની સાથે પણ તમારી કન્યા ખુશ રહેશે નહીં. પુરાણ અનુસાર પાવાગઢમાં ભૂલથી પણ પોતાની છોકરી ના વિવાહ કરવા જોઇએ નહીં. જે લોકોની કુંડળી નથી મળતી અને તો પણ તે લોકો લગ્ન કરી લે છે તો આવા સંબંધમાં કેવી સમસ્યાઓ થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગુણો 18 થી ઓછા મળતા હોય તેમનું વૈવાહિક જીવન કષ્ટદાયક હોય છે. આવી દંપતી ને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. લોકો પ્રેમ વિવાહમા કુંડળી અને ગુણો વિશે વિચારતા નથી અને થોડા સમય પછીપતિ-પત્નીમાં મતભેદ થઈ જાય છે. તેમનું વૈવાહિક જીવન પણ બરબાદ થઈ જાય છે અને ઘણા મામલામાં દંપતી અલગ પણ થઈ જાય છે. આ જ કારણ છે કે વૃદ્ધો કુંડળી મિલાવી ને પછી જ લગ્ન કરવાની સલાહ આપે છે. મિત્રો ઘણીવખત તમે એવું પણ જોયું છે કે કુંડળી મળી હોવા છતાં લગ્નના સંબંધ તૂટી જાય છે. ધર્મશાસ્ત્ર નું માનીએ તો આવામાંવર-વધૂનું કુંડળીના ગ્રહો જવાબદાર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *