મિત્રો, પિતૃ પક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ,તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ ન કરવાથી પિતૃદોષ લાગે છે. પિતૃ પક્ષ પિતૃઓની પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ દિવસો માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પિતૃઓને દેવતુલ્ય માનવામાં આવે છે. જે વ્યક્તિ ઉપર પિતૃઓની કૃપા હોય છે તેમના પર બધા જ દેવી-દેવતાઓની કૃપા હોય છે. પિતૃ પક્ષમાં આપણા પૂર્વજો ધરતી પર હોય છે અને આપણે શ્રાદ્ધ કર્મ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. પિતૃઓનું વિધિ પૂર્વક શ્રાદ્ધ કરવામાં ન આવે તો પિતૃઓની આત્માને શાંતિ મળતી નથી અને તે આ સંસારમાં ભટક્યા કરે છે. દેવતાઓને પ્રસન્ન કર્યા પહેલા મનુષ્યએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા જોઈએ.
તમારા પિતૃઓની મૃત્યુ તિથિ પર શુદ્ધ ઘીનો એક દીવો તૈયાર કરો અને તેમાં થોડા કાળા તલ નાખી દો. આ દીવાને તમારા ઘરના કોઈપણ રૂમના દક્ષિણ ખૂણામાં મૂકીને પ્રગટાવો. ઘરમાં જો કોઈપણ રૂમમાં દક્ષિણ દિશામાં જગ્યા ખાલી ન હોય તો મંદિરની બાજુમાં આ દીવાને તમે પ્રગટાવી શકો છો પરંતુ દીવાની જ્યોત દક્ષિણ દિશા બાજુ હોવી જોઈએ. દિવાની નીચે કોઈ કપડું કે ચોખા રાખો. દીવાને સીધો જમીન ઉપર રાખશો નહીં કારણકે જમીન પર રાખેલો દીવો અપૂર્ણ માનવામાં આવે છે. દીવો કર્યા પછી ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા પછી પિતૃઓને પ્રણામ કરો. ભગવાન પાસે પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ પિતૃઓ પાસે પિતૃદોષ માંથી મુક્તિ માટે પ્રાર્થના કરો.
પિતૃઓનો દીવો કર્યા પછી ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વાર જાપ કરો. મંત્રનો જાપ કર્યા પછી પિતૃ દેવના આ મંત્રનો 108 વાર જાપ કરો. ઓમ પિતૃ દેવતાય નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરો. આ મંત્રનો જાપ તમારે દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને કરવો જોઈએ. દક્ષિણ દિશા પિતૃઓની દિશામાં માનવામાં આવે છે. શ્રાધ પક્ષમાં દક્ષિણ દિશામાં આ રીતે દીવો કરીને મંત્રનો જાપ કરવાથી તમારા પિતૃદેવોની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે અને જો પિતૃદોષ લાગેલો હશે તો પિતૃ આશીર્વાદમાં બદલાઈ જશે. આપણા પિતૃઓ આપણા માટે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે છે તેથી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે તથા પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ઘરના દક્ષિણ ખૂણા એ પિતૃ માટે દીવો કરીને આ મંત્રનો જાપ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ